બિડેન, સુનકને પાછળ છોડીને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો, ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. PM મોદી મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી યાદીમાં 78 ટકા વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ સાથે ટોચ પર છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

પીએમ મોદીને વિશ્વભરમાં પુખ્ત વયના લોકોમાં સૌથી વધુ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે.  જેમને 68 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, જેમને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સર્વે અનુસાર, વર્ષ 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે.

બિડેન ટોપ 5 માંથી બહાર 
જણાવી દઈએ કે આ લિસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને ટોપ ફાઈવમાં સ્થાન મળ્યું નથી. બિડેન આ યાદીમાં 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમા ક્રમે છે. બીજી તરફ, સુનકે આ લિસ્ટમાં 30 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 13મું સ્થાન મેળવ્યું છે. ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અને પાંચમા ક્રમે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 58 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.

ADVERTISEMENT

મોદીની લોકચાહના વધી
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 9મું સ્થાન મળ્યું છે. તેને 40 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ઋષિ સુનકને માત્ર 30 ટકા રેટિંગ મળ્યું છે જે ચૂંટણી પહેલા તેમના માટે મોટો ફટકો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં સૌથી નીચે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોરર 22મા સ્થાને છે. તેને માત્ર 21 ટકા રેટિંગથી સંતોષ માનવો પડ્યો હતો. સર્વે મુજબ સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. મે 2021માં પીએમ મોદીની લોકપ્રિયતા 63 ટકા પર પહોંચી ગઈ હતી. આ પછી તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.

મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે
લગભગ 76 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. આ નવીનતમ સર્વે 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ જણાવ્યું હતું કે જ્યારે અમેરિકામાં 45,000 લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, ત્યારે વિશ્વભરમાં સરેરાશ 500 થી 5,000 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સર્વેના આધારે આ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાજનેતા સાથે લગ્નને લઈ પરિણીતીએ જાણો શું કહ્યું હતું, જૂનો ઈન્ટરવ્યુ વાયરલ

ADVERTISEMENT

સર્વેમાં હતા આ લોકો
આ તમામ સર્વે પુખ્ત વયના લોકોમાં ઓનલાઈન કરવામાં આવ્યા હતા. સંગઠને કહ્યું કે ભારતમાં ખાસ કરીને શિક્ષિત લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેમાં દરેક જાતિ, ભાષા સમુદાય અને ધર્મના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT