‘તમામ ગુજરાતીઓ ઠગ છે, તપાસ એજન્સીઓ વધારે સતર્ક રહે’ તેજસ્વી યાદવનું વિવાદિત નિવેદન
નવી દિલ્હી : તેજસ્વી યાદવે કહ્યું કે ગુજરાતીઓ ઠગ છે, તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જોઈએ. હવે વાત એકલા મેહુલ…
ADVERTISEMENT
નવી દિલ્હી : તેજસ્વી યાદવે કહ્યું કે ગુજરાતીઓ ઠગ છે, તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જોઈએ. હવે વાત એકલા મેહુલ ચોકસીની હતી, પરંતુ તેજસ્વીએ ગુજરાતીઓ વિશે આ નિવેદન આપ્યું છે. ભાગેડુ મેહુલ ચોકસીને મોટી રાહત આપતા ઇન્ટરપોલે તેની પાસેથી રેડ કોર્નર નોટિસ હટાવી દીધી છે. ઈન્ટરપોલે સોમવારે સુનાવણી દરમિયાન આ મોટો નિર્ણય આપ્યો હતો. આ એક નિર્ણયને કારણે હવે PNB સાથે છેતરપિંડી કરનાર મેહુલ ચોક્સી દુનિયામાં ગમે ત્યાં આઝાદીથી ફરી શકશે. આ નિર્ણયને ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે અને તેને દેશમાં પરત લાવવાનો પ્રયાસ મુશ્કેલ બની રહ્યો છે.
તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાનજનક નિવેદન
હવે ઈન્ટરપોલના નિર્ણય બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. જેના પર વિવાદ ઉભો થઈ શકે છે. તેજશ્વી યાદવે કહ્યું કે, ગુજરાતીઓ ગુંડા છે, તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેત રહેવું જોઈએ. હવે વાત એકલા મેહુલ ચોકસીની હતી, પરંતુ તેજસ્વીએ ગુજરાતીઓ વિશે આ નિવેદન આપ્યું છે. હજુ સુધી આરજેડીએ આ નિવેદન પર કોઈ સ્પષ્ટતા કરી નથી, અન્ય પક્ષો તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ઇન્ટરપોલના નિર્ણય બાદ સમગ્ર દેશમાં હાલ વિવાદ ચાલી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સીએ ઈન્ટરપોલની સામે દાવો કર્યો હતો કે, 2021 માં ભારતીય એજન્સીઓએ તેનું અપહરણ કર્યું હતું. તેના વતી તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો, ત્યાંથી તેને ભારત લઈ જવાની તૈયારી કરવામાં આવી. તેમના આ તર્કને સમજીને ઇન્ટરપોલે તેમને આ મોટી રાહત આપી છે. તેમની સામે જારી કરાયેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી. હવે તેના કારણે મેહુલ ફ્રી થઈ ગયો છે અને દુનિયામાં ગમે ત્યાં ફરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈન્ટરપોલના નિર્ણયનો ભારતીય અધિકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેઓ તેને બદલવા માંગતા હતા, પરંતુ એવું થયું નહીં. હવે મેહુલને ભારત પરત લાવવો વધુ મુશ્કેલ બનશે.મેહુલ ઉપરાંત તેજસ્વી યાદવે અન્ય ઘણા મુદ્દાઓ પર પણ વાત કરી છે. હાલમાં બિહારમાં જે રીતે CBI અને EDની કાર્યવાહી ચાલી રહી છે, તેજસ્વીનું કહેવું છે કે ભાજપ જે ઈચ્છે છે તે થશે? સરમુખત્યારશાહી શું છે? તે કાનૂની બાબત છે, તેથી અમે કાનૂની મોરચો કરીશું. પરંતુ એ જાણવું જરૂરી છે કે આની પાછળ સ્ક્રિપ્ટ રાઈટર કોણ છે?
ADVERTISEMENT
ADVERTISEMENT