BREAKING: બિહારના CMને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સુરત ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લીધો છે. સુરતના લસકાણા વિસ્તારમાંથી અંકિત મિશ્રા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

ગૂગલમાં સર્ચ કરીને શોધ્યો નીતિશ કુમારનો નંબર
માહિતી મુજબ, બિહાર પોલીસની માહિતી બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારને ધમકી આપનારા અંકિત મિશ્રાને સુરતના લસકાણામાંથી ઝડપી લીધો હતો. અંકિત મિશ્રા સુરતમાં મજૂરી કામ કરતો હતો. માહિતી મુજબ, અંકિત મિશ્રાએ ગૂગલ પરથી મુખ્યમંત્રી નીતિશ કુમારનો નંબર સર્ચ કર્યા બાદ તેમને ફોન કરીને ધમકી આપી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT