Henley Passport Index: સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર, ભારતના રેન્કિંગે ચોંકાવ્યું
તાજેતરમાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 માં (Henley Passport Index) વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT
World's Most Powerful Passports 2024 List Released: તાજેતરમાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 માં (Henley Passport Index) વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સૌથી ટોચ પર સિંગાપોર છે. સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ છે જેના નાગરિકો વિશ્વના 227 સ્થળોમાંથી 195 સ્થળોએ વિઝા વિના મુસાફરી કરી શકે છે.
ભારતનું રેન્કિંગ શું છે?
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 82મા ક્રમે છે. ભારતીય નાગરિકો 58 વિદેશી સ્થળોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. ભારતે છેલ્લી વખત આ ઇન્ડેક્સમાં થોડું સારું પ્રદર્શન કર્યું હતું અને 61 વિઝા મુક્ત સ્થળો સાથે 81મું સ્થાન મેળવ્યું હતું. તે જ સમયે, દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાને પાસપોર્ટ ઇન્ડેક્સમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન નીચેથી ત્રીજા સ્થાને છે. 103 દેશોની યાદીમાં પાકિસ્તાન 100મા સ્થાને છે. પાકિસ્તાનના નાગરિકો 33 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. યાદીમાં પાકિસ્તાનની નીચે યમન, ઈરાક, સીરિયા અને સૌથી નીચે અફઘાનિસ્તાન છે.
VIDEO: ક્યાંક 'ઘોડા'પૂર તો ક્યાંક આખું ગામ ડૂબ્યું, જુઓ ગુજરાતમાં જળપ્રલયના 10 દ્રશ્યો
ટોચના 5 દેશો
સિંગાપોર પછી ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેન 192 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન 191 વિઝા ફ્રી પ્રવાસ સ્થળો સાથે છે. બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન 190 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે યાદીમાં ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ 189 વિઝા ફ્રી પ્રવાસ સ્થળો સાથે પાંચમા સ્થાને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT