કોણ છે આતંકી ફરહતુલ્લા ઘોરી? જેણે ભારતમાં ટ્રેનોને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આ દિવસોમાં હાઈ એલર્ટ મોડમાં છે. એક વીડિયોમાં આતંકવાદી ફરહતુલ્લા ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે.
ADVERTISEMENT
ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આ દિવસોમાં હાઈ એલર્ટ મોડમાં છે. એક વીડિયોમાં આતંકવાદી ફરહતુલ્લા ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે. તેણે જ પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટનું ષડયંત્ર ઘડ્યું હતું.
ઘોરીનો વીડિયો થયો વાયરલ
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્લીપર સેલની મદદથી ભારતમાં રેલવે નેટવર્કને પાટા પરથી ઉતારવાનું આહ્વાન કર્યું છે. વીડિયોમાં તે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટ કરાવવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તે વર્ષોથી ભારતીય એજન્સીઓના રડાર પર છે.
ઘણા હિન્દુ નેતાઓ તેના નિશાન પર
વીડિયોમાં તે પેટ્રોલ અને ગેસની પાઈપલાઈનને ઉડાડવાની વાત કરી રહ્યો છે. ઘણા હિન્દુ નેતાઓ પણ તેના નિશાન પર છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA) દ્વારા તેની સંપત્તિને નિશાન બનાવીને સ્લીપર સેલને નબળી બનાવી રહી છે. વીડિયોમાં ધોરી કહે છે કે, ''પરંતુ અમે પાછા આવીશું અને સરકારને હચમચાવી નાખીશું." ઈન્ડિયા ટુડેએ ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે આ વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
1 માર્ચે રામેશ્વરમમાં થયો હતો બ્લાસ્ટ
તમને જણાવી દઈએ કે, 1 માર્ચે રામેશ્વરમ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. NIAએ 12 એપ્રિલના રોજ બે મુખ્ય આરોપીઓ અબ્દુલ મથીન અહેમત તાહા અને મુસાવીર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી. તાહા આ બ્લાસ્ટનો માસ્ટમાઈન્ડ હતો. તો શાજીબે કાફેમાં IED મૂક્યો હતો. બંનેની કોલકાતા પાસેની એક લોજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને ઈસ્લામિક સ્ટેટ (IS) મોડ્યુલના સભ્યો છે. આ જ મોડ્યુલના સભ્ય શારિકે નવેમ્બર 2022માં મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો.
દક્ષિણ ભારતમાં મજબૂત નેટવર્ક
ફરહતુલ્લા ઘોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલનું દક્ષિણ ભારતમાં સ્લીપર સેલનું મજબૂત નેટવર્ક છે. ફૈઝલ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના બંને આરોપીઓના સંપર્કમાં હતો અને આ કેસમાં હેન્ડલર હતો.
ADVERTISEMENT
કોણ છે ફરહતુલ્લા ઘોરી?
ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુના નામથી પણ ઓળખવામાં આવે છે. તે અનેક હાઈ-પ્રોફાઈલ હુમલાઓ સાથે જોડાયેલો છે. ગુજરાતમાં 2002માં અક્ષરધામ મંદિર હુમલામાં પણ તેનો હાથ હતો. આ હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો.
ADVERTISEMENT
દિલ્હી પોલીસે ગયા વર્ષે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ કહ્યું હતું કે ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું આયોજન કરી રહ્યો છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે ઘોરી આતંકીઓનો હેન્ડલર હતો. થોડા મહિનાઓ પહેલા દિલ્હી પોલીસે પુણે-આઈએસઆઈએસ મોડ્યુલના દેશભરમાંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરીને ઘોરીનું નામ રેકોર્ડમાં લીધું હતું. અધિકારીઓએ તે સમયે દાવો કર્યો હતો કે ISI ભારતમાં સ્લીપર સેલ ચલાવી રહી છે અને હુમલા કરવા માટે યુવાનોની ભરતી કરી રહી છે.
ADVERTISEMENT