યુરોપમાં ફેલાયો Parrot fever, 5 લોકોના મોતથી ડરનો માહોલ! જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ADVERTISEMENT

પેરોટ ફીવરના લક્ષણો
What is Parrot fever
social share
google news

Parrot Fever In Europe: યુરોપના ઘણા દેશોમાં પેરોટ ફીવરનો (Parrot fever) ખતરો મંડરાય રહ્યો છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે (Parrot fever kills 5 people in Europe). વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ડેનમાર્કમાં ચાર લોકોના મોત અને નેધરલેન્ડમાં આ બિમારીના કારણે એકનું મોત થયું છે. ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ઢગલાબંધ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, WHOએ આ રોગના જોખમને 'LOW' શ્રેણીમાં રાખ્યું છે.

પેરોટ ફીવર શું છે? (What is Parrot fever)

પેરોટ ફીવરનું ઔપચારિક નામ સિટાકોસિસ છે. તે બેક્ટેરિયલથી થતો રોગ છે જે ક્લેમીડિયા ફેમેલીના બેક્ટેરિયાના ચેપ દ્વારા ફેલાય છે. આ બેક્ટેરિયા પોપટ સહિત ઘણા પક્ષીઓ સુધી પહોંચે છે અને તેમને ચેપ લગાડે છે. પછી આ બેક્ટેરિયા પક્ષીઓ દ્વારા માણસોને ચેપ લગાડે છે. ખાસ વાત એ છે કે ચેપગ્રસ્ત પક્ષીમાં રોગની અસર દેખાતી નથી.

પેરોટ ફીવરના લક્ષણો (Symptoms of Perot fever) 

પેરટ ફીવર ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા તેમના પીંછા અથવા સૂકા મળના કણોના સંપર્ક દ્વારા ફેલાય છે. આ રોગના લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ચેપના 14 દિવસ પછી જોવા મળે છે. જેમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સૂકી ઉધરસ, તાવ અને શરદી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, રોગ ન્યુમોનિયામાં ફેરવાઈ શકે છે.

ADVERTISEMENT

પેરોટ ફીવરની સારવાર? (Treatment for Perot Fever)

પેરોટ ફીવરથી પીડિત લોકોને સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓ આપવામાં આવે છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો, તે ન્યુમોનિયા, હૃદયના વાલ્વમાં બળતરા, હેપેટાઇટિસ અથવા ન્યુરોલોજીકલ સમસ્યાઓ સહિતના ગંભીર રોગોનું કારણ બની શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT