આ દેશમાં તોલ-માપથી અપાશે પાણીઃ વધુ પીધું તો થશે જેલ
ટ્યૂનિશઃ ટ્યૂનિશિયાએ આગામી છ મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે માપણી કર્યા બાદ પીવાનું પાણી મળશે. એટલું જ નહીં…
ADVERTISEMENT
ટ્યૂનિશઃ ટ્યૂનિશિયાએ આગામી છ મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે માપણી કર્યા બાદ પીવાનું પાણી મળશે. એટલું જ નહીં ખેતી માટે પાણીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કડક નિયમ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
ટ્યૂનિશિયાના કૃષિ મંત્રાલયના અધિકારી હમાદી હબીબે કહ્યું કે, તેમનો દેશ છેલ્લા ઘણા મહિનાઓથી ભયંકર દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો છે. તેના ડેમમાં 1000 મિલિયન ક્યુબિક મીટર પાણીની ક્ષમતા છે. જે ઘટીને માત્ર 30 ટકા થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ વર્ષે માર્ચના મધ્ય સુધી ટ્યૂનિશિયામાં વરસાદનો ભયંકર અભાવ હતો.
વધુ પાણી વાપરવા પર 6 મહિનાની જેલ
ટ્યૂનિશિયાના જળ કાયદા હેઠળ, ઉલ્લંઘન કરનારાઓને છ દિવસથી છ મહિનાની જેલ થઈ શકે છે. ટ્યૂનિશિયાના લોકોનું કહેવું છે કે તેમની સરકાર છેલ્લા બે અઠવાડિયાથી રાત્રે પાણીનો પુરવઠો બંધ કરી રહી છે. રાજધાની અને અન્ય ઘણા શહેરોમાં પાણીનું રેશનિંગ શરૂ થઈ ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે.
સરકારના નિર્ણયને કારણે મોંઘવારી વધી રહી છે
સરકારના આ નિર્ણયને કારણે સમગ્ર દેશમાં સામાજિક તંગદિલી ફેલાઈ રહી છે. સૌથી ખરાબ હાલત ગરીબ લોકોની થઈ રહી છે. પાણી અંગે લેવાયેલા નિર્ણયને કારણે મોંઘવારી ઝડપથી વધી રહી છે. દેશના ઉત્તરમાં આવેલા સિદી સાલેમ ડેમ, જે મોટા વિસ્તારને પાણી પહોંચાડે છે, હવે માત્ર 16 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે સામાન્ય દિવસોમાં મહત્તમ 58 કરોડ ઘનમીટર પાણી રહે છે.
ખેડૂત સંઘના અધિકારી મોહમ્મદ રજૈબિયાએ કહ્યું કે પાણીની અછતને કારણે ટ્યૂનિશિયાના પાકની ઉપજમાં ભયંકર ઘટાડો થયો છે. ગયા વર્ષે 7.50 લાખ ટન પાક થયો હતો. જે આ વર્ષે ઘટીને 2.0 થી 2.50 લાખ ટન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT