UP Hathras Stampede: હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જતાં 100થી વધુ લોકોના મોત, તપાસના આદેશ અપાયા

ADVERTISEMENT

UP Hathras Stampede update
હાથરસ દુર્ઘટના
social share
google news

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના હાથરસના રતિભાનપુર ગામે બાબા નારાયણ સાકાર હરિના સત્સંગના સમાપન બાદ ભારે ભાગદોડ મચી હતી. જેમાં  100થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે.  ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને એટાહ મેડિકલ કોલેજ (Medical College Etah) માં દાખલ કરાયા છે. આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીની સૂચના બાદ સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ અને ડીજીપી સાથે મુખ્ય સચિવ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે.

હાથરસ દુર્ઘટનામાં 107 લોકોના મોત : કમિશ્નર

અલીગઢના કમિશ્નરે કહ્યું કે, 'હાથરસ દુર્ઘટનામાં 107 લોકોના મોત થયા છે અને 18 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.' ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા જણાવાય રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સૌથી વધુ મહિલાઓ અને બાળકોના મોત

એસએસપી રાજેશ કુમાર સિંહનું કહેવું છે કે, હાથરસ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મૃતદેહ એટાહ હોસ્પિટલમાં પહોંચ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે. આ ઘટનાના કારણોની તપાસ માટે ADG આગરા અને અલીગઢ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે.

હાથરસ દુર્ઘટના મામલે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

હાથરસ ભાગદોડ દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ X પર લખ્યું કે, 'ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલી દુઃખદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી. યુપી સરકાર તમામ પીડિતોની તમામ સંભવ મદદમાં લાગી છે. મારી સંવેદના તે લોકોની સાથે છે, જેમણે તેમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેની સાથે જ હું તમામ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની પ્રાર્થના કરું છું.'

ADVERTISEMENT

પીડિતોના પરિવારજનોને 2-2 લાખની સહાય : સીએમ યોગી

પીડિત પરિવારોને વળતર આપવાની સપા દ્વારા માંગ કરાઈ હતી. ત્યારે હાલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને બે-બે લાખની મદદ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું ભરોસો આપુ છું કે પીડિતોની તમામ સંભવ મદદ કરવામાં આવશે.
 

ADVERTISEMENT

ડીજીપી કાલ સુધીમાં મુખ્યમંત્રી યોગીને સોંપશે રિપોર્ટ

આજે રાત્રે ઉત્તરપ્રદેશના ડીજીપી હાથરસમાં જ રોકાશે. કાલ સુધી મુખ્યમંત્રી યોગીને રિપોર્ટ સોંપશે. બીજી તરફ ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. આવતીકાલે મુખ્યમંત્રી યોગી પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચો- હાથરસ દુર્ઘટનાનું કારણ આવ્યું સામે, બાબાના કાફલાને કાઢવા હજારો લોકોને રોકી રાખ્યા, પછી...

DGP પણ ઘટનાસ્થળે જવા રવાના

મુખ્યમંત્રીના નિર્દેશો બાદ સરકારના બે વરિષ્ઠ મંત્રી લક્ષ્મી નારાયણ, સંદીપ સિંહ, મુખ્ય સચિવની સાથે ડીજીપી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

સરકારના બે મંત્રી ઘટના સ્થળ માટે રવાના

ત્યારે, મુખ્યમંત્રીના નિર્દેશો બાદ સરકારના બે વરિષ્ઠ મંત્રી લક્ષ્મી નારાયણ, સંદીપ સિંહ, મુખ્ય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે જવાના રવાના થઈ ગયા છે. આ સિવાય હાથરસના સાંસદ પણ ત્યાં જવા માટે નિકળ્યા છે. હાથરસના સાંસદ અનૂપ પ્રધાને કહ્યું કે, હું ગૃહમાં હતો, પ્રધાનમંત્રીએ ઘટનાનો ઉલ્લેખ કર્યો તો આ મામલે મારા ધ્યાને આવ્યો અને હું અહીંથી ઘટના સ્થળે જવા માટે જઈ રહ્યો છું. મારી ડીએમ અને એસએસપી સાથે વાત થઈ છે.

મુખ્યમંત્રી યોગીએ આપ્યા તપાસના આદેશ

આ ઘટના પર સંજ્ઞાન લેતા મુખ્યમંત્રી ઓફિસે જિલ્લા તંત્રના અધિકારીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તમામ સારવાર કરાવવા અને ઘટના સ્થળે રાહત કાર્યમાં ઝડપ લાવવાના આદેશ આપ્યા છે. તેમણે એડીજી આગરા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાના કારણે તપાસના આદેશ આપ્યા છે. તો આવતીકાલે યોગી આદિત્યનાથ ઘટના સ્થળે જવાના છે.

રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સર્જાયેલી દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર હ્રદયદ્રાવક છે. હું તેમના પરિવારના સભ્યોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

ઉપરાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

હાથરસની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાથરસમાં દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં લોકોના મોત અંગે જાણીને ખુબ દુઃખ થયું. હું પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 

મૃતદેહોની ઓળખ કરાઈ રહી છે : પોલીસ

એડાના એસએસપી રાજેશ કુમાર સિંહનું કહેવું છે કે, હાથરસમાં જિલ્લાના મુગલગઢી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ હતો, ત્યારે ભાગદોડ મચી. એટા હોસ્પિટલમાં કેટલાક લોકોના મૃતદેહ પહોંચી ચૂક્યા છે, જેમાં મહિલાઓ, બાળકો અને પુરૂષના મૃતદેહ સામેલ છે. 

તંત્રની નબળાઈના કારણે બની દુર્ઘટના : આયોજકો

સત્સંગ પર આયોજન સમિતિથી જોડાયેલા મહેશ ચંદ્રએ આજતક સાથે ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું કે, અમે જિલ્લા તંત્રની મંજૂરી લઈને કાર્યક્રમ કરાવ્યો હતો. કાર્યક્રમમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ આયોજનમાં પહોંચ્યા હતા. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટના તંત્રની નબળાઈના કારણે બની છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાદવમાં લોકો એકની ઉપર એક પડતા રહ્યા, કોઈ સંભાળનારા ન હતા. હું ભંડારાનું કામ જોઈ રહ્યો હતો.

તેમણે જણાવ્યું કે, હાથરસમાં આ કાર્યક્રમ 13 વર્ષ બાદ થયો છે. અમારી પાસે 3 કલાકની મંજૂરી હતી. 1:30 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘટના બની છે. તંત્રને અગણિત શ્રદ્ધાળુઓના કાર્યક્રમમાં આવવાની માહિતી અપાઈ હતી. જ્યાં વ્યવસ્થા કરાઈ હતી, ત્યાં મોટી ભીડ હતી. કાર્યક્રમમાં 12 થી સાડા 12 હજાર સેવકો હતા. અમે એટલા સ્તરે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. એમ્બ્યુલન્સ ન હતી. કાર્યક્રમ પૂર્ણ થયો તો એક સાથે લોકો ભાગવા લાગ્યા. વરસાદના હવામાનમાં કાદવના કારણે લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા.

નાળામાં લોકો બે કલાક સુધી દબાયેલા રહ્યા : પ્રત્યક્ષદર્શી

આ ઘટનાની પ્રત્યક્ષદર્શી મહિલા શકુંતલાએ જણાવ્યું કે, સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો એકસાથે બહાર જવા નિકળ્યા તો ભાગદોડ મચી ગઈ. નજીકમાં એક નાળું હતું, ભાગદોડ બાદ લોકો નાળામાં એકની ઉપર એક પડતા ગયા. જ્યાં લોકો બે કલાક સુધી દબાયેલા રહ્યા, તો મરે નહીં તો શું થાય.

શકુંતલાએ જણાવ્યું કે, ભાગદોડ દરમિયાન પહેલા આગળના લોકો નાળામાં પડ્યા અને પછી તેમની ઉપર પાછળના લોકો પડતા ગયા. સત્સંગને લઈને મહિલાએ જણાવ્યું કે,આજે મંગળવાર છે અને આજે જ ભોલે બાબાના સત્સંગમાં આવ્યા. તેમની પાડોશી ગંગા દેવી પણ દુર્ઘટનાનો શિકાર બની હતી, પરંતુ લોકોએ તેમને ખેંચીને બહાર કાઢી, જેના કારણે તે જીવતી બચી શકી.

હજુ વધી શકે છે મૃત્યુઆંક

હાથરસના રતિભાનપુર ખાતે ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં 25 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હોસ્પિટલના સીએમઓનું કહેવું છે કે, મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે કારણ કે ઈજાગ્રસ્તોને સતત હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે

    follow whatsapp

    ADVERTISEMENT