સિંગર સોનુ નિગમના પિતાના ઘરે તિજોરીમાંથી 72 લાખ ગાયબ થયા, પરિવારે માગી પોલીસ પાસે મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: બોલિવૂડ સિંગર સોનુ નિગમના પિતાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોનુ નિગમના પિતાના ઘરેથી 72 લાખ રૂપિયાની ચોરી થઈ છે. સિંગરના પિતાએ તેમના ડ્રાઈવર રેહાન પર ચોરીની શંકા વ્યક્ત કરી છે. 22 માર્ચે સોનુ નિગમની બહેન નિકિતાએ ડ્રાઈવર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સિંગરના પિતા અગમ કુમાર 76 વર્ષના છે. તે અંધેરી વેસ્ટના ઓશિવારામાં વિન્ડસર ગ્રાન્ડ બિલ્ડીંગમાં રહે છે.

ડ્રાઈવર પર ચોંરીની આશંકા
સોનુ નિગમના પિતાએ પોલીસને આપેલા નિવેદનમાં ડ્રાઈવર રેહાન પર શંકા વ્યક્ત કરી છે. રેહાન અગાઉ આગમ કુમાર નિગમમાં કામ કરતો હતો. નિવેદનના આધારે રેહાન વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે રેહાન વિરુદ્ધ કલમ 380, 454 અને 457 હેઠળ કેસ નોંધ્યો છે અને તેને શોધી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું, અગમ કુમાર અને નિકિતાએ તેમની સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. ફૂટેજમાં ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને તેના ફ્લેટ તરફ જતો જોવા મળે છે. સોનુ નિગમના પિતાને શંકા છે કે રેહાન ડુપ્લિકેટ ચાવીની મદદથી તેમના ફ્લેટમાં પ્રવેશ્યો હતો. આ પછી તેણે બેડરૂમમાં રહેલા ડિજિટલ લોકરમાંથી 72 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ચોરી 19 માર્ચથી 20 માર્ચ વચ્ચે થઈ હતી.

બહેને પોલીસ પાસે માંગી મદદ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સોનુ નિગમની નાની બહેન નિકિતા બુધવારે સવારે ચોરીની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ફરિયાદ અનુસાર, રેહાન નામનો ડ્રાઈવર લગભગ આઠ મહિનાથી અગમ કુમાર સાથે કામ કરતો હતો, પરંતુ તેનું પ્રદર્શન સારું નહોતું. જેના કારણે તેને કામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં અગમ કુમારે જણાવ્યું હતું કે તે 19 માર્ચે વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે ગયા હતા. થોડા સમય પછી જ્યારે તે પાછા આવ્યા તો તેને લાકડાના કબાટમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગાયબ જણાયા. તેણે આ અંગે નિકિતાને જાણ કરી. બીજી તરફ, બીજા દિવસે તેઓ તેમના પુત્રના ઘરે કોઈ કામ માટે ગયા હતા, ત્યારે તેમને પરત ફરતી વખતે લોકરમાંથી 32 લાખ રૂપિયા ગાયબ જણાયા હતા. આ રીતે બે દિવસમાં તેમના ઘરમાંથી 72 લાખની ચોરી થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT