વિપક્ષ તો ઠીક બેઠક પણ ડામાડોળ: શિમલાના બદલે બેંગ્લુરૂમાં બેઠકનું આયોજન થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : આ પહેલા 23 જૂને પટનામાં વિપક્ષી એકતાની બેઠક મળી હતી. આ બેઠકમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકના સુત્રધાર બિહારના સીએમ નીતિશ કુમાર હતા. તેણે પટનામાં બધાને એકત્ર કર્યા હતા. આ બેઠકનો એકમાત્ર હેતુ 2024માં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવાનો છે. વિપક્ષી એકતાની આગામી બેઠક હવે 13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે આની જાહેરાત કરી હતી. અગાઉ આ બેઠક 10-12 જુલાઈના રોજ શિમલામાં થવાની હતી.

પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન 23 જૂનની બેઠકનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેચેન થઈ ગયા છે. બિહારની રાજધાની પટનામાં યોજાયેલી બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવી હતી. આ દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષી એકતાની આગામી બેઠક આવતા મહિને એટલે કે જુલાઈમાં શિમલામાં યોજાશે. પરંતુ હવે તેનું સ્થાન બદલાઈ ગયું છે. હવે આ બેઠક શિમલાના બદલે બેંગલુરુમાં થશે. જેની જાહેરાત પવારે કરી હતી. નીતીશ બેઠક બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, તેમની તમામ નેતાઓ સાથે સારી મુલાકાત થઈ છે. તમામ વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી અને એનસીપીના વડા શરદ પવાર સહિત વિપક્ષી દળોના અનેક નેતાઓએ હાજરી આપી હતી. વિપક્ષી એકતા વચ્ચે બેઠક પછી, વટહુકમને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ થયો હતો. AAPએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, કોંગ્રેસ જે બેઠકમાં હાજર રહેશે તેમાં અમે હાજર રહીશું નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, કોંગ્રેસે વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. બીજી તરફ વિપક્ષી એકતાની બેઠક પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે આ સ્વાર્થનું ગઠબંધન છે. આમાં દરેકની પોતાની રુચિઓ છે. આ બેઠકથી કંઈ થવાનું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT