ફ્લાઇટમાં મહિલા સાથે ગેરવર્તણુંક મુદ્દે શંકર મિશ્રાને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વૃદ્ધ મહિલાએ ગેરવર્તણુંકના આરોપી શંકર મિશ્રાને દિલ્હી પોલીસે બેંગ્લુરૂથી ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવામાં આવી છે. જ્યાંથી કોર્ટે તેને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં મોકલી દીધા છે. દિલ્હી પોલીસ 4 જાન્યુઆરીએ વૃદ્ધ મહિલાની ફરિયાદ પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. જો કે આ દરમિયાન આરોપીનો ફોન બંધ આવી રહ્યો હતો. 3 જાન્યુઆરીના રોજ તેનું અંતિમ લોકેશન બેંગ્લુરૂમાં હતું. અહીં તે પોતાની બેનના ઘરે રોકાયેલો હતો.

પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપીની કસ્ટડી માંગવામાં આવી
પટિયાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે જજને આરોપીની 3 દિવસની કસ્ટડીની માંગ કરી હતી જેને જજે ઇન્કાર કરીને પોલીસને કસ્ટડી માટેનું કારણ પુછ્યું હતું. જજે કહ્યું કે, અહીં કોઇ સહ આરોપી નથી, તેમાં પુછપરછ કરવાનો કોઇ સવાલ જ નથી. સહ આરોપી કોણ છે?

કોર્ટે કહ્યું નાગરિકોનું દબાણ હોય તો રિમાન્ડ લેવા ફરજીયાત નથી
પોલીસે તેના જવાબમાં જણાવ્યું કે, ફરિયાદી અને આરોપીનો સામસામે આવે તે જરૂરી છે. જેના જવાબમાં જજે કહ્યું કે, આપણે કાયદા અનુસાર ચાલીશું, માત્ર જનતાનું દબાણ હોય તો આપણે કાયદાની પરે ન જઇ શકીએ. પોલીસ કસ્ટડીની કોઇ જરૂર નથી. જેના અંગે ફરિયાદીના વકીલે જણાવ્યું કે, તે સતત નિવેદનો બદલી રહ્યો છે. જજ આ કથનની કોઇ જ વેલ્યું નથી. જજ માત્ર જનતાનું દબાણ છે એટલા માટે આવું ન કરો.

ADVERTISEMENT

પોલીસે આરોપીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસીને ધરપકડ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, શંકર મિશ્રા બેંગ્લુરૂમાં ટેક્સીનો ઉપયોગ કરતો હતો. તેને પકડવા માટે પોલીસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી હતી. દિલ્હી પોલીસે ટ્રાવેલ હિસ્ટ્રી દ્વારા તેના રૂટને ફોલો કર્યો. ત્યાર બાદ શુક્રવારે મોડી રાત્રે તેના લોકેશન મૈસૂરમાં મળી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરીને દિલ્હી લાવીને કોર્ટમાં હાજર કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT