પ્રેમ આંધળો હોય છે! 23 વર્ષની શિક્ષિકા 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પિતા પોલીસ પાસે પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ટીચર પોતાના જ 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોવાનો બનાવ બન્યો છે. હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો છોકરો
વિગતો મુજબ, નોઈડાના સેક્ટર 123માં રહેનારી 23 વર્ષની શિક્ષિકા બાળકોને ઘરમાં ટ્યુશન ભણાવતી હતી. આ શિક્ષિકાના ઘરની સામે જ એક 16 વર્ષનો છોકરો રહેતો હતો. આ છોકરો પણ શિક્ષિકા પાસે ભણવા માટે જતો હતો. આ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને રવિવારે બંને ઘરેથી ભાગી ગયા.

આ પણ વાંચો: શાહજહાંએ તાજમહેલ બનાવ્યો વલસાડમાં પત્ની યાદમાં પતિએ લાઇબ્રેરી બનાવી

ADVERTISEMENT

આંટીના ઘરેથી જવાનું કહીને શિક્ષિકા સાથે ભાગી ગયો છોકરો
છોકરાના પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો રવિવારે 1.30 વાગ્યે આન્ટીના ઘરે જવાની વાત કહીને નીકળ્યો હતો, જોકે મોડી સાંજ સુધી તે ઘરે પરત નહોતો ફર્યો. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના સગીર દીકરાને 22 વર્ષની શિક્ષિકા ફોસલાવીને ભગાડી ગઈ. હાલમાં પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરવા દબાણ કરતા 8 લોકો સામે ફરીયાદ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે હતો પ્રેમ સંબંધ
આ અંગે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે છોકરો શિક્ષિકા પાસે જ ટ્યુશન જતો હતો. પ્રેમ પ્રસંગની પણ વાત સામે આવી છે. સર્વેલાન્સ અને અન્ય માઘ્યમોથી બંનેની ભાળ મેળવવામાં આવી રહી છે. જલ્દી જ બંનેને શોધી કાઢવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT