Taarak Mehta ના 'સોઢી'નું થયું અપહરણ? પોલીસને મળ્યા મહત્વના CCTV ફૂટેજ
Exclusive Footage: લોકપ્રિય ટીવી કોમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશનસિંહ સોઢીની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરચરણસિંહ ચર્ચામાં છે. એક્ટર ઘણા દિવસોથી ગાયબ છે.
ADVERTISEMENT
Exclusive Footage: લોકપ્રિય ટીવી કોમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશનસિંહ સોઢીની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરચરણસિંહ ચર્ચામાં છે. એક્ટર ઘણા દિવસોથી ગાયબ છે. જેથી તેમના પિતાએ દિલ્હી પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસને મહત્વના CCTV ફૂટેજ મળી આવ્યા છે.
સામે આવ્યા CCTV ફૂટેજ
આ ફૂટેજમાં ગુરચરણસિંહને રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોકમાં ચાલીને જતાં જોઈ શકાય છે. સીસીટીવી તસવીરોમાં ગુરચરણસિંહને ચાલતા જતાં જોઈ શકાય છે. તેમની પીઠ પર એક બેગ છે. આજે દિલ્હી પોલીસ ગુરચરણસિંહની બેંક ડિટેલ્સ ચેક કરશે, જેનાથી દિલ્હી પોલીસને ઘણી કડીઓ મળી શકે છે.
5 દિવસોથી ગાયબ છે ગુરચરણસિંહ
અભિનેતા ગુરચરણસિંહના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા. તેમના પિતા હરગીત સિંહે ઈન્ડિયા ટુડે/આજ તક સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ગુરચરણસિંહ 22 એપ્રિલથી ગુમ છે. તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે પોલીસને તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, જેથી તેઓ ગુરચરણસિંહને શોધવામાં મદદ કરી શકે. પોલીસે એક્ટરના પરિવારને ખાતરી આપી છે કે તેઓ ગુરચરણસિંહને ટૂંક સમયમાં શોધી લેશે.
ADVERTISEMENT
પોલીસે નોંધ્યો છે અપહરણનો ગુનો
રિપોર્ટ અનુસાર, ગુરચરણસિંહ 22 એપ્રિલથી લાપતા છે. પછી પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધ્યો છે. IPC કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં અપહરણનો મામલો સામે આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરચરણસિંહ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યા હતા. તેમની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેમણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ પહોંચ્યા ન હતા.
24 એપ્રિલથી બંધ છે ફોન
25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં ગુરચરણસિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
પિતાએ કહી આ વાત
રિપોર્ટ્સનું માનીએ તો ગુરચરણસિંહના માતા લાંબા સમયથી બીમાર છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાએ જણાવ્યું કે હવે તેઓ સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહ્યા છે. પરિવાર હાલ ગુરચરણસિંહને લઈને ચિંતિત છે. અભિનેતાના પિતા હરગીત સિંહે કહ્યું કે, SHOએ મને બોલાવ્યો હતો. તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરણસિંહને જલ્દી શોધી લેશે.
ADVERTISEMENT
રોશનસિંહની ભજવી હતી ભૂમિકા
તમને જણાવી દઈએ કે, ગુરચરણસિંહે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાએ તેમને ઘરે ઘરે ઓળખ અપાવી હતી. દર્શકોને તેમની બોલવાની રીત અને તેમનો ખુશમિજાજ અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો. વર્ષો સુધી શૉનો ભાગ રહ્યા બાદ તેમણે શૉને અલવિદા કહ્યો હતો.
ADVERTISEMENT