'લગ્નના આધારે નોકરીમાંથી છુટા કરી શકાય નહીં', મહિલાઓના હિતમાં Supreme Court નો મોટો ચુકાદો
મહિલાઓને નોકરીમાંથી એ કારણે દૂર કરવી કારણ કે તેના લગ્ન થઇ ગયા છે આ લિંગ અસમાનતા દર્શાવે છે
ADVERTISEMENT
Supreme Court says job termination over marriage coarse inequality: સુપ્રીમ કોર્ટે મહિલાઓના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. 26 વર્ષ જૂના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે, લગ્નના આધારે કોઈને નોકરીમાંથી કાઢી શકાય નહિ. 26 વર્ષ પહેલા, એક મહિલા અધિકારીને લગ્નના કારણસર નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી.
મહિલાઓના હિતમાં 'સુપ્રીમ' ચુકાદો
આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં ચુકાદો આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આવો નિયમ અત્યંત મનસ્વી છે. મહિલાઓને નોકરીમાંથી એ કારણે દૂર કરવી કારણ કે તેના લગ્ન થઇ ગયા છે આ લિંગ ભેદભાવ અને અસમાનતા દર્શાવે છે. એટલું જ નહીં, કોર્ટે કેન્દ્ર સરકારને લગ્નના આધારે સેવામાંથી બરતરફ કરાયેલા સૈન્ય નર્સિંગ ઓફિસરને 60 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
26 વર્ષ બાદ મહિલાને મળ્યો ન્યાય
અરજદાર સેલિના જોન છેલ્લા 26 વર્ષથી પોતાના અધિકારો માટે કાનૂની લડાઈ લડી રહી હતી. હવે કોર્ટના નિર્ણય સાથે તેમની લડતનો અંત આવ્યો છે. તેણી જીતી છે અને અન્ય મહિલાઓને પણ અધિકારો મળ્યા છે. રિપોર્ટ અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસ પ્રોવાઈડર સેલિના જ્હોનને કોઈપણ કારણ બતાવો નોટિસ આપ્યા વિના નોકરીમાંથી મુક્ત કરવામાં આવી હતી. તે આર્મી હોસ્પિટલમાં તાલીમાર્થી તરીકે જોડાઈ હતી. તેમને NMSમાં લેફ્ટનન્ટના પદ પર કમિશન આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
બાદમાં તેણીએ આર્મી ઓફિસર મેજર વિનોદ રાઘવન સાથે લગ્ન કર્યા. હવે 26 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે તેને ભેદભાવનો મામલો ગણાવ્યો અને મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો.
ADVERTISEMENT