PAKISTAN માં પોલીસ મુખ્યમથક પર આત્મઘાતી હુમલો, 10 પોલીસ કર્મચારીઓના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
લાહોર : પાકિસ્તાનમાં થયેલા ઘાતક આત્મઘાતી હુમલામાં 10 લોકોના મોત થઇ ચુક્યા છે. મરનારા લોકોમાં આઠ પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ 20…
ADVERTISEMENT
લાહોર : પાકિસ્તાનમાં થયેલા ઘાતક આત્મઘાતી હુમલામાં 10 લોકોના મોત થઇ ચુક્યા છે. મરનારા લોકોમાં આઠ પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ 20 થી વધારે લોકોને ઘાયલ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિયો ન્યૂઝના અનુસાર આ હુમલો કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ પોલીસ સ્ટેશનની બહાર થયો છે. આ પોલીસ સ્ટેશન સ્વાત જિલ્લાના કબાલ ગામમાં છે. પાકિસ્તામાં સ્વાગત જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર સોમવારે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 10 લોકોના મોત થઇ ચુક્યા છે. જેમાં 8 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાલ ઘાયલોની સંખ્યા 20 કરતા વધારે હોવાનું જણાવાઇ રહ્યું છે.
આ હુમલો સ્વાત જિલ્લાના કબાલમાં કાઉન્ટર ટેરરિઝ્મ ડિપાર્ટમેન્ટ (CTD) માં થયું. આ ઘટનાને આતંકવાદી ઘટના ગણાવાઇ રહી છે. પોલીસનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા છે. જેમાં ઇમારત સંપુર્ણ રીતે નષ્ટ થઇ ચુકી છે. ડીપીઓ સ્વા શફીઉલ્લાહે તેને આતંકવાદી હુમલો ગણાવતા કહ્યું કે, વિસ્ફોટના કારણે ત્રણ ઇમારતો ધ્વસ્ત થઇ ચુકી છે. વિસ્ફોટને તત્કાલ આગ પણ લાગી હતી. ડોનના રિપોર્ટ અનુસાર એક પોલીસ અધિકારી ઇમદાદે જણાવ્યું કે, શરૂઆતી માહિતી પરથી રાત્રે 08.20 મિનિટે પોલીસ સ્ટેશન અંદર વિસ્ફોટ થયો. આ સંકુલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટની ઓફીસ ઉપરાંત એક મસ્જિદ પણ છે.
નજરે જોનારા લોકોનું કહેવું છે કે, વિસ્ફોટ બાદ લોકો કાટમાળની અંદર મોટા પ્રમાણમાં દટાયેલા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા. આસપાસની તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરતા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોને ઝડપથી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી. તેમણે સંબંધિત વિભાગો પાસે અહેવાલો પણ માંગ્યા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાનના ગૃહમંત્રી રાના સનાઉલ્લાહે આ હુમલાની નિંદા કરતા ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોને ઝડપથી સાજા થવાની કામના કરી. તેમણે કહ્યું કે, અમે દેશની સુરક્ષા માટે શહીદ થયેલા લોકોના બલિદાનને ક્યારે પણ નહી ભુલીએ. પાકિસ્તાનમાં લાંબા સમયથી આતંકવાદી ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ સતત પોલીસ અને સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવી રહ્યા છે. પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં ગત્ત વર્ષે ડિસેમ્બરમાં એવો જ આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યો હતો. હુમલામાં અનેક પોલીસ કર્મચારીઓના મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT