રશિયા પર યુક્રેનનો જવાબી હુમલો, રશિયન શહેર પર ક્લસ્ટર બોમ્બ ઝીંક્યા, 20ના મોત, 111થી વધુ ઘવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Russia Ukraine war : લાંબા સમયના વિરામ બાદ ફરી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેન પર ભારે બોમ્બમારો કર્યો હતો. જેના જવાબી હુમલામાં યુક્રેની સૈન્યએ શનિવારે રશિયન શહેર બેલગોરોડમાં ભારે બોમ્બમારો કર્યો. આ હુમલામાં બે બાળકો સહિત 20 લોકો માર્યા ગયા હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનની ઉત્તરી સરહદને અડીને આવેલા શહેર બેલગોરોડમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 111 લોકો ઘાયલ થયા અને 20 લોકો આ હુમલામાં મૃત્યુ પામ્યા છે.

રશિયન સેનાએ યુક્રેન પર 122 મિસાઈલ અને 36 ડ્રોનથી હુમલો કર્યો હતો

રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે કહ્યું કે મૉસ્કો, ઓરયોલ, બ્રાંસ્ક અને કુર્સ્ક ક્ષેત્રોના આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. આ પહેલા રશિયન સેનાએ યુક્રેન પર 122 મિસાઈલ અને 36 ડ્રોનથી હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે, રશિયન હુમલામાં 39 લોકોના મોત થયા હતા અને 159 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે હુમલાથી 120 શહેરો અને ગામો પ્રભાવિત થયા છે. યુક્રેનની સેના લાંબા સમયથી તેની સરહદ સાથે જોડાયેલા રશિયન વિસ્તારો પર હુમલો કરી રહી છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી લોહિયાળ હુમલો કહેવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

યુક્રેન હુમલાની અધિકારીઓએ આપી માહિતી

બેલગોરોડ પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે રશિયન S-300 મિસાઇલોએ યુક્રેનના શહેર ખાર્કિવ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે યુવકો સહિત 21 લોકો ઘાયલ થયા હતા. એક મિસાઈલે ખાર્કિવ પેલેસ હોટલ અને બીજી એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને નિશાન બનાવી હતી. એક તબીબી સંસ્થા અને અન્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

કેટલું નુકશાન થયું

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ શાસને પ્રતિબંધિત ક્લસ્ટર ગોઠવણીમાં બે ઓલ્ખા મિસાઇલો સાથે ચેક-નિર્મિત વેમ્પાયર રોકેટનો ઉપયોગ કર્યો હતો. બેલ્ગોરોડ શહેર પરના આ અંધાધૂંધ હુમલાનો ગુનો સજા વિના રહેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઓલખા મિસાઇલને તોડી પાડવામાં આવી છે, જેનાથી મોટું નુકસાન ટળી ગયું છે.યુક્રેનમાં થયેલા આ હુમલામાં મોટી સંખ્યામાં કોમર્શિયલ પ્રોપર્ટીઝ, શોપિંગ સેન્ટરો અને દુકાનો તેમજ 22 એપાર્ટમેન્ટ બિલ્ડીંગોને નુકસાન થયું હતું અને 100થી વધુ કારને નુકસાન થયું હતું. ઉપરાંત રશિયા દ્વારા જવાબી કાર્યવાહી કરવાના પણ સંકેત મળી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT