RPF Recruitment: રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી
RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે
ADVERTISEMENT
RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવી છે. તો રેલવેમાં કોન્સ્ટેબલના પદ પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ્સ Indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ભરતી અંગે મહત્વની જાણકારી
સંસ્થા | ઇન્ડિયન રેલવે |
પોસ્ટ | કોન્સ્ટેબલ અને પીએસઆઈ |
ખાલી જગ્યા | 4660 |
છેલ્લી તારીખ | 14 મે 2024 |
વય મર્યાદા | 18થી 28 વર્ષ સુધી |
ક્યાં અરજી કરવી | rpf.indianrailways.gov.in |
પગાર ધોરણ શું રહેશે?
આ ભરતી અભિયાન હેઠળ કુલ 4660 પદ ભરવામાં આવશે. તેમાં 4208 ભરતી કોન્સ્ટેબલ પદ માટે છે, જ્યારે 452 જગ્યા SI પદ માટે છે. પસંદ થયેલા ઉમેદવારો માટે પગાર ધોરણ નીચે પ્રમાણે રહેશે.
- સબ-ઇન્સ્પેક્ટર - રૂ. 35,400
- કોન્સ્ટેબલ - રૂ. 21,700
RPF Recruitment 2024 નોટિફિકેશન
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવારો જ અરજી કરી શકે છે.
ADVERTISEMENT
IIM માંથી ફ્રીમાં કરો આ ઓનલાઈન કોર્સ, નોકરી મેળવવામાં થશે ખાસ મદદ
વય મર્યાદા
કોન્સ્ટેબલ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
અરજી ફી કેટલા રૂપિયા છે?
અરજી ફી વિશે વાત કરવામાં આવે તો જનરલ, OBC, EWS માટેની ફી 500 રૂપિયા રહેશે. તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે. તમામ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ તેમજ UPI દ્વારા ચુકવણી કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT