‘રામાયણ નફરત ફેલાવનારો ગ્રંથ’ બિહારના શિક્ષણમંત્રીનો વાણીવિલાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પટના : બિહારના શિક્ષણમંત્રીનો વિવાદિત નિવેદન આપતો વધારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરત ફેલાવનારો ગ્રંથ ગણાવ્યો હતો. રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમાહોરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે રામચરિતમાનસને સમાજને વહેંચનારો ગ્રંથ ગણાવ્યો હતો.

મંત્રીને નિવેદન અંગે પુછતા તેમણે કહ્યું હું સાચો જ છું અને મારા નિવેદન પર અટલ છું
હવે આ નિવેદન અંગે રાજનીતિ પણ શરૂ થઇ ચુકી છે. નિવેદન આપ્યા બાદ જ્યારે મંત્રીને આ અંગે પુછવામાં આવતા તેમણે રામચરિતમાનસ અંગે કહેલા પોતાના શબ્દો સાચા જ હોવાની પોતાના નિવેદન પર અટલ છે તેવું પણ જણાવ્યું હતું. દીક્ષાંત સમારોહ બાદ શિક્ષણમંત્રી ચંદ્રશેખરે તેમના રામચરિતમાનસ અંગે અપાયેલા પોતાના નિવેદન અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મનુસ્મૃતિમાં સમાજની 85 ટકા વસ્તીના એક મોટા તબક્કા વિરુદ્ધ ગાળો આપવામાં આવી છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખવામાં આવ્યું છે કે, નીચી જાતીના લોકોને શિક્ષણ ગ્રહણ કર્યા બાદ સાપ જેવા ઝેરી થઇ જાય છે. આ નફરત ફેલાવનારો ગ્રંથ છે.

મનુ સ્મૃતિ, રામાયણ અને હાલમાં ગોવલકરનો બંચ ઓફ થોટ્સ સમાજને વહેંચે છે
એક યુગમાં મનુ સ્મૃતિ, બીજા યુગમાં રામચરિત માનસ, ત્રીજા યુગમાં ગુરૂ ગોવલકરનો બંચ ઓફ થોટ આ તમામ દેશના લોકોને જાતીમાં વહેંચી છે. નફરત દેશને ક્યારે પણ મહાન નથી માનતા. દેશને મહાન માત્ર પ્રેમ જ બનાવી શકે.

ADVERTISEMENT

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ ટ્વીટ કરીને ચંદ્રશેખરના રામચરિતમાનસ મુદ્દે અપાયેલા વિવાદિત નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ ટ્વીટ કર્યું છે. શું આ મંત્રી વિરુદ્ધ કાર્યવાહી થશે તે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

પ્રસિદ્ધ લેખક અને કવિ કુમાર વિશ્વાસે પણ ટ્વીટ કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટેગ કર્યા હતા. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ અપીલ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT