Salman Khan ની કુંડળીમાં બેઠા છે રાહુ-શનિ, જ્યોતિષે કરી ભવિષ્યવાણી, જણાવ્યું કેવો રહેશે આવનારો સમય?
Salman Khan Horoscope: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)નો ખૂબ જ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ગત રવિવારે બાંદ્રામાં તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સલમાન ખાનનો ચાલી રહ્યો છે ખૂબ જ મુશ્કેલ સમય
ગત રવિવારે લેક્સી એપાર્ટમેન્ટની બહાર થયું હતું ફાયરિંગ
પરિવાર અને ફેન્સ સુલમાનની સુરક્ષાને લઈને ચિંતા
Salman Khan Horoscope: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)નો ખૂબ જ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ગત રવિવારે બાંદ્રામાં તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી.
પરિવાર અને ફેન્સ ચિંતામાં
આ ઘટના બાદથી જ સલમાન ખાનનો પરિવાર અને ફેન્સ તેમની સુરક્ષાને લઈને ખૂબ જ ડરી ગયા છે. જોકે, મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના ભુજમાંથી હુમલાખોરોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ ભાઈજાને આ મામલે મૌન જાળવ્યું છે. ક્યાંકને ક્યાંક તેમને પોતાના કરતાં પોતાના પરિવારની વધુ ચિંતા છે.
સિક્યોરિટીની કરી રહ્યા છે માંગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના ગ્રહોની સ્થિતિ સારી નથી ચાલી રહી, જેના કારણે સુપરસ્ટારને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના ફેન્સ પણ સુપરસ્ટારની સુરક્ષા માટે હાઈ સિક્યોરિટીની સતત માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગ્રહોની સ્થિતિ ચાલી રહી છે ખરાબ
Bollywood Life ના રિપોર્ટ અનુસાર, સેલિબ્રિટી જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુએ કહ્યું છે કે સલમાન ખાનની કુંડલીમાં ગ્રહોની સ્થતિના કારણે શું કંઈક ખોટું થઈ રહ્યું છે? તેમણે જણાવ્યું કે, અભિનેતાના કરિયરના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તેમના ગ્રહોની સ્થિતિ સારી છે, પરંતુ તેમની પર્સનલ લાઈન અને ખુશીઓ સમસ્યાઓ અને નકારાત્મકતાથી પ્રભાવિત છે. જ્યોતિષે સુપરસ્ટાર અને તેમના પરિવારને વર્ષ 2026 સુધી સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે સલમાન ખાનની કુંડળીમાં ઘણા ઘરો જોખમના સંકેત આપી રહ્યા છે.
ખૂબ જ સાચવીને રહેવાની જરૂર
જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુએ વધુમાં કહ્યું કે સલમાન ખાને પોતાની સુરક્ષાને લઈને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ઘરની બહાર ફાયરિંગ થવું એ એક મોટો ખતરો છે. તેઓનું કહેવું છે કે અભિનેતાને તેમના પરિવારના સભ્યોની સુરક્ષા પણ વધારવાની જરૂર છે. વર્ષ 2027 સુધીમાં તેમની કુંડળીમાંથી નકારાત્મકતા દૂર થવાની સંભાવના છે અને સકારાત્મકતા પાછી આવી શકે છે.
ADVERTISEMENT
તણાવથી ઘેરાયેલા રહી શકે છે એક્ટર
જ્યોતિષે એ પણ જણાવ્યું કે, સલમાન ખાનની જન્મ કુંડળીમાં આ વર્ષે મંગળ, રાહુ અને શનિના સારા સંકેતો જોવા મળી રહ્યા નથી. તેમણે કહ્યું કે, મંગળ અને રાહુનો સંબંધ ચિંતા અને તણાવને જન્મ આપે છે. તેથી સલમાન ખાન તેમની પર્સનલ લાઈફમાં ચિંતા અને તણાવથી ઘેરાયેલા રહી શકે છે.
ADVERTISEMENT
મુસાફરી ન કરવાની આપી સલાહ
તો શનિ સાથે રાહુનો સંબંધ અને સ્થિતિ તેમના પરિવાર માટે સુરક્ષાની ચિંતાનો સંકેત આપે છે, જેનાથી તણાવ વધી શકે છે. આ સિવાય જ્યોતિષીએ અભિનેતાને થોડા સમય માટે મુસાફરી ન કરવાની સલાહ પણ આપી છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન એઆર મુરુગાદોસની ફિલ્મ 'સિકંદર'માં જોવા મળશે.
ADVERTISEMENT