VIDEO: Pushpa 2 માં Allu Arjun નો ખતરનાક લુક અને જબરદસ્ત એક્શન, ટીઝરે મચાવી ધૂમ
તેલુગુ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને (allu arjun) તેના જન્મદિવસ પર ચાહકોને એક ખાસ ભેટ આપી છે. અર્જુન તેના આઇકોનિક પાત્ર પુષ્પરાજની ભૂમિકામાં પાછો ફર્યો છે અને તેની ફિલ્મ 'Pushpa 2: The Rule'નું ટીઝર આવી ગયું છે.
ADVERTISEMENT
Pushpa 2: The Rule teaser: તેલુગુ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને (allu arjun) તેના જન્મદિવસ પર ચાહકોને એક ખાસ ભેટ આપી છે. અર્જુન તેના આઇકોનિક પાત્ર પુષ્પરાજની ભૂમિકામાં પાછો ફર્યો છે અને તેની ફિલ્મ 'Pushpa 2: The Rule'નું ટીઝર આવી ગયું છે.
અલ્લુ અર્જુને બર્થ ડે પર તેના ફેન્સને આપી ખાસ ભેટ
'પુષ્પા 1: ધ રાઇઝ'માં તેના ધમાકેદાર પાત્રથી ચાહકોનું મનોરંજન કર્યું હતું, અલ્લુ અર્જુનની આ ફિલ્મની સિક્વલ ફરીથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેતાએ તેના 42માં જન્મદિવસના દિવસે ફેન્સને ખુશ કરી દીધા છે અને ચાહકોને ટીઝર રિલીઝ કરી ભેટ આપી છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. 'પુષ્પા 1'માં અલ્લુ અર્જુને પુષ્પરાજનું પાત્ર ભજવ્યું હતું, જે જૂના ખેલાડીઓને હરાવીને લાલ ચંદનની દાણચોરીના નેટવર્કમાં ઝડપથી આગળ વધી રહ્યો હતો. હવે અર્જુનનું આ પાત્ર 'પુષ્પા 2'માં રાજ કરવા માટે તૈયાર છે.
'પુષ્પા 2'નો ફર્સ્ટ લૂક વીડિયો
લગભગ એક વર્ષ પહેલા 'પુષ્પા 2'નો ફર્સ્ટ લૂક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુષ્પરાજનું પાત્ર સ્ટોરીમાંથી ગાયબ થઈ ગયું છે. આ વીડિયોમાં ખુલાસો થયો હતો કે પુષ્પરાજ તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે અને તેને રોકવા માટે પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હવે પુષ્પરાજ પોલીસની ગોળીઓથી ખરાબ રીતે ઘાયલ છે. પોલીસનું સ્પેશિયલ યુનિટ તેને જંગલોમાં શોધી રહ્યું છે અને તેના લોહીથી લથબથ કપડાં પર 8 ગોળીઓના નિશાન છે. તેમના સમર્થકો પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એવી અફવા છે કે તે વિદેશ ભાગી ગયો છે અને તેથી પ્રશ્ન એ હતો કે પુષ્પરાજ ક્યાં છે? દરમિયાન, માહિતી પ્રકાશમાં આવી છે કે જંગલોમાં સિંહોની દેખરેખ માટે લગાવવામાં આવેલા કેમેરામાં પુષ્પરાજની તસવીર કેદ થઈ ગઈ છે. પુષ્પા ક્યાં છે અને શું કરી રહી છે તેનો જવાબ 'પુષ્પા 2: ધ રૂલ'ના ટીઝરમાં છે.
ADVERTISEMENT
ટીઝરમાં શું છે ખાસ?
'પુષ્પા 2'ના ટીઝરમાં અલ્લુ અર્જુનનો અવતાર દિલ ખુશ કરી ડે તેવો છે. આ વખતે અલ્લુએ ટીઝરમાં મા કાલીનો ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. 68 સેકન્ડના ટીઝરમાં તેનું પાત્ર પહેલા કરતા પણ ડરામણું અને ભયાનક લાગે છે. ટીઝરમાં અલ્લુએ સાડી પહેરી છે, તેના પગમાં ઘુઘરસ છે અને હાથમાં ત્રિશૂળ લઈને દુશ્મનો પર ત્રાટકવા તૈયાર છે. આ આખું દ્રશ્ય કોઈ ધાર્મિક પ્રસંગનું લાગે છે. દિગ્દર્શક સુકુમારની આ ફિલ્મના પહેલા ભાગે થિયેટરોમાં લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. હવે બીજા ભાગનું ટીઝર જોયા પછી કહી શકાય કે 'પુષ્પા 2'ની વાર્તા વધુ દમદાર બનવાની છે. 'પુષ્પા 2' 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને તેનું પહેલું ટીઝર લોકોમાં ફિલ્મ માટે એક મજબૂત વાતાવરણ ઊભું કરશે.
આ પણ વાંચો:- ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓ શું પોલીસની પરીક્ષા આપી શકે? હસમુખ પટેલે કરી જાહેરાત
ADVERTISEMENT