PM Modi Nomination: કોણ છે આ સંત જેઓ બન્યા PM મોદીના ટેકેદાર?

ADVERTISEMENT

કોણ છે PM મોદીની બાજુમાં બેઠેલા આ સંત?
Ganeshwar Shashtri Dravid
social share
google news

Ganeshwar Shashtri Dravid:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ​​વારાણસીથી ઉમેદવારી નોંધાવી દીધી છે. 2014 અને 2019 બાદ પીએમ મોદી  ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવાના છે. જોકે, નોમિનેશન દરમિયાન પીએમ મોદીની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા દિગ્ગજ નેતાઓ ડીએમ ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંતની સાથે બેસીને ઉમેદવારી નોંધાવી હતી.

PM મોદીની બાજુમાં બેઠા હતા સંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi)ના નોમિનેશન દરમિયાન તેમની બાજુની ખુરશીમાં બેઠેલા એક સંત (મહારાજ)ને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર નોમિનેશનનો વીડિયો સામે આવતા જ દરેકના મનમાં એક જ સવાલ હતો કે આખરે આ સંત કોણ છે? જેઓ પીએમ મોદીની બાજુની ખુરશી પર બેઠા છે. શું તેમનું કદ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ કરતાં મોટું છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા.

નામાંકન માટે કાઢ્યું હતું શુભ મુહૂર્ત

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં બેઠેલા સંત અન્ય કોઈ નહીં, પરંતુ જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ છે. તેમણે જ પીએમ મોદીના નામાંકન માટે શુભ મુહૂર્ત કાઢ્યું હતું. તેમણે આજે એટલે કે 14 મેના દિવસને પીએમ મોદીના  નામાંકન માટે શુભ જણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે ગંગા સપ્તમીનો પર્વ છે. આ જ કારણ છે કે ગણેશ્વર શાસ્ત્રીએ નામાંકન માટે 11:40 મિનિટનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું. 

ADVERTISEMENT

કોણ છે ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ?

ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને દેશના સૌથી મોટા જ્યોતિષી કહેવામાં આવે છે. તેઓ ગ્રહો, નક્ષત્ર અને ચોઘડીયાના મહાન વિદ્વાન છે. આમ તો ગણેશ્વર શાસ્ત્રી મૂળ દક્ષિણ ભારતના છે. પરંતુ હવે તેઓ વારાણસીના રામઘાટ વિસ્તારમાં ગંગા નદીના કિનારે રહે છે. પંડિત ગણેશ્વર શાસ્ત્રીની સાથે તેમના ભાઈ વિશ્વ શાસ્ત્રી પણ વારાણસીમાં સ્થાયી થયા છે.

રામ મંદિર (Ram Mandir) સાથે છે કનેક્શન

રામ મંદિરના ભૂમિ પૂજનથી લઈને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ શુભ મુહૂર્ત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જ કાઢ્યું હતું. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિરના લોકાર્પણનું મુહૂર્ત કાઢનાર વિદ્વાન પણ ગણેશ્વર શાસ્ત્રી જ છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT