2000 રૂપિયા જમા થયા! ખેડૂતો માટે મોટા સમાચાર, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (18 જૂન 2024) પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. વારાણસીમાં આજે ખેડૂતો સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો. જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આજે ગંગા આરતી અને દર્શન-પૂજન કરશે.
ADVERTISEMENT
PM Kisan Samman Nidhi Yojana : ત્રીજી વખત દેશની સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન, તેમણે વારાણસીમાં આયોજિત ખેડૂતોના સંમેલનમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો છે. જે હેઠળ PMએ દરેક હપ્તાના 2,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા. 9 કરોડથી વધુ ખેડૂતોના પૈસા ડિજિટલી ટ્રાન્સફર થયા.
PM મોદીએ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 1 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 16 હપ્તાઓ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે.
આ સિવાય પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વસહાય જૂથોને પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે કામ કરવા માટે પ્રમાણપત્રોનું વિતરણ કર્યું. જેથી કરીને તેઓ પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે કામ કરી શકે અને સાથી ખેડૂતોને ખેતીમાં મદદ કરી શકે.
ADVERTISEMENT
કયા ખેડૂતોને હપ્તો નહીં મળે?
17મા હપ્તાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જે ખેડૂતોએ આ કામ ન કર્યું હોય તો તેઓ નિયમો હેઠળ હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.
16મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવ્યો?
જો આપણે 16મા હપ્તાની વાત કરીએ તો, આ હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં લગભગ 9 કરોડ પાત્ર ખેડૂતોને હપ્તાનો લાભ મળ્યો હતો.
ADVERTISEMENT
પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ આ રીતે તપાસો
1. PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
2. આ પછી 'Know Your Status' પર ક્લિક કરો.
3. પછી રજીસ્ટ્રેશન નંબર ભરો.
4. આ પછી સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા દાખલ કરો.
5. બધી માહિતી ભરો અને Get Details પર ક્લિક કરો.
6. હવે તમે સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો- 'હવે હું અહીંનો થઈ ગયો, માં ગંગાએ ગોદ લઈ લીધો', વારાણસીમાં બોલ્યા પીએમ મોદી
ADVERTISEMENT