USમાં પટેલ બ્રધર્સ સ્ટોરના માલિકના પુત્ર પર 3 શખ્સોનો હુમલો, બેન્ટલી કાર લૂંટવાનો પ્રયાસ
Indian Attacked in US: અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ન્યૂજર્સીના એડિસનમાં આવેલા પટેલ બ્રધર્સ સ્ટોરના પાર્કિંગમાં જ ગુજરાતી યુવક પર 3 શખ્સોએ હુમલોક કર્યો છે.
ADVERTISEMENT
Indian Attacked in US: અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ન્યૂજર્સીના એડિસનમાં આવેલા પટેલ બ્રધર્સ સ્ટોરના પાર્કિંગમાં જ ગુજરાતી યુવક પર 3 શખ્સોએ હુમલોક કર્યો છે. ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. 15 માર્ચના રોજ આ ઘટના બની હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પીડિત યુવક પટેલ બ્રધર્સના માલિકનો પુત્ર હોવાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં બ્યુટીપાર્લરમાં નોકરીની લાલચે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી પતિ-પત્નીએ દેહવિક્રમના ધંધામાં ધકેલી દીધી
બેન્ટલી કાર લૂંટવાનો પ્રયાસ
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ઘટના શુક્રવારે સાંજે 4.55 વાગ્યે બની હતી. જેમાં 3 યુવકો પટેલ બ્રધર્સના પાર્કિંગમાં આવે છે અને બેન્ટલી SUV કારમાં બેઠેલા યુવકને બહાર ખેંચીને નીચે પાડી દે છે. પોલીસ અધિકારી થોમસન બ્રાયન મુજબ, યુવકને આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ બાદ યુવક પોલીસને ફોન કરવા માટે સ્ટોરની અંદર દોડીને જતો રહે છે, જ્યારે હુમલાખોર યુવકો કારમાં બેસીને તેને ચોરવાનો પ્રયાસ કરે છે, જોકે કાર કી વિના ચાલુ ન થતા બાદમાં તેઓ ત્યાંથી ભાગી જાય છે.
આ પણ વાંચો: વધુ એક મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું, અંતિમ ચિઠ્ઠી વાંચીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા પરિવારજનો
પોલીસે હુમલાખોરોને પકડવા તપાસ શરૂ કરી
પોલીસે હજુ સુધી હુમલો કરનાર યુવકોની ઓળખ કરી નથી. હુમલાખોરોની માહિતી માટે પોલીસે એક ફોન નંબર પણ જાહેર કર્યો છે અને લોકોને અપીલ કરી છે કે, હુમલાખોરો વિશેની કોઈપણ માહિતી (732) 248-7413 નંબર પર સંપર્ક કરવા કહેવાયું છે. પટેલ બ્રધર્સના માલિક કૌશિક પટેલે સ્થાનિક ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે, મારો દીકરો બહાદુરી પૂર્વક તેમની સામે લડ્યો અને ચાવી ન આપી. આ લોકો બેન્ટલી, મર્સિડિસ, ઓડી જેવી મોંઘીકાર પાછળ પડે છે. તેમાંથી મોટાભાગના સગીર છે, પોલીસ તેમને પકડે છે અને થોડા દિવસમાં તેઓ બહાર નીકળી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT