પાકિસ્તાને પ્રતિષ્ઠિત હિંગળાજ માતા મંદિર તોડી પાડ્યું, લાખો હિંદુઓની આસ્થા ધ્વસ્ત

Krutarth

ADVERTISEMENT

Hinglaj mata temple
Hinglaj mata temple
social share
google news

કરાંચી : પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવું વર્તન થાય છે, તેના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સિંધ પ્રાંતના મીઠી શહેરમાં એક પ્રતિષ્ઠિત હિંદુ મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. થારપારકર જિલ્લાના અધિકારીઓનું કહેવું છે કે હિંગળાજ માતાના મંદિરને નષ્ટ કરવા માટે કોર્ટ તરફથી આધેશ મળ્યો હતો. જેનું પાલન થયું છે. આ એકમાત્ર મંદિર નહોતું જે ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે પાકિસ્તાનની અસહિષ્ણુતાનો શિકાર થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાકિસ્તાની અધિકારીઓએ નિયંત્રણ રેખા પાસે શારદાપીઠ મંદિરના એક હિસ્સાને પણ ધ્વસ્ત કર્યો છે.

મંદિરોને જુના અને જોખમી બતાવીને તોડી પાડવામાં આવ્યા

સૌથી ચોંકાવનારી બાબત છે કે, મંદિરના વિધ્વંસ અંગે લીલી ઝંડી એવા સમયે અપાઇ જ્યારે સુપ્રીમ કોર્ટે તેના પર પહેલાથી જ સ્ટે મુકેલો હતો. આ તોડફોડ કોફી હાઉસ બનાવવા માટે કરવામાં આવી છે. આ નવા કોફી હાઉસનું ઉદ્ધાટન આ મહિના અંતમાં થવાનું છે. આ વર્ષ જુલાઇમાં ઇસ્લામિક દેશે એક વધારે હિંદુ મંદિરને જુની અને જોખમી ઇમારત ગણાવીને તોડી પાડી હતી. ત્યાર બાદ કરાચીના સોલ્જર બજારમાં આવેલ મરી માતા મંદિર પર પણ બુલડોઝર ચલાવી દેવાયું હતું. આ પ્રકારે ભારે પોલીસ પ્રોટેક્શન હેઠળ હિંદુઓની ભાવનાને કચડી નાખવામાં આવી હતી.

જુલાઇમાં તોડી પડાયું હતું મરી માતા મંદિર

મરી માતા મંદિર 150 વર્ષ પહેલા બનાવાયું હતું જે આશરે 400-500 વર્ગ ગજ વિસ્તારમાં ફેલાયેલું હતું. આ મંદિરની જમીનને હડપવા માટે ડેવલપર્સ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યા હતા. આખરે તેમના ઇરાદા સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કરાચી અલગ અલગ પ્રાચીન હિંદુ મંદિરોનું કેન્દ્ર રહ્યું છે. આ સ્થાન પાકિસ્તાનમાં હિંદુઓની હાજરીને ઉજાગર કરે છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં રહેતા હિંદુ લોકો મુસ્લિમ નિવાસીઓ સાથે સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષા વહેંચે છે. અહીં હિંદુઓ વિરુદ્ધ અત્યાચારના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં ટાર્ગેટ કિલિંગ અને જમીનો પર અતિક્રમણ મુખ્ય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT