‘હું સૌથી પહેલા તમને સેલ્યૂટ કરું છું’ PM મોદીએ NCC-NSSના યુવાઓ સાથે જુઓ શું કરી વાતચિત- Video
નવી દિલ્હીઃ ‘હું સૌથી પહેલા તમને સેલ્યૂટ કરું છું, તમારી સકારાત્મકતા મને નિરંતર પ્રેરિત કરતી રહે છે, દિવસ રાત મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. તમે…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ ‘હું સૌથી પહેલા તમને સેલ્યૂટ કરું છું, તમારી સકારાત્મકતા મને નિરંતર પ્રેરિત કરતી રહે છે, દિવસ રાત મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. તમે દેશના સપનાઓનું પ્રતિનિધિત્વ કરો છો. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી તમારા ખભે છે.’ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરીના પરેડમાં ભાગ લેવા જઈ રહેલા યુવાનો સાથે કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે યોજાનારા 26મી જાન્યુઆરીના કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનસીસી અને એનએસએસના યુવાન વોલિએન્ટ્રીઝને સંબોધન કરવામાં આવ્યું હતું.
જયસુખ પટેલના ‘મગરના આંસુ’: મોરબીકાંડ પછી પહેલી વખત બોલ્યો કે…
એનસીસી-એનએસએસના યુવાનોની કરી PMએ કરી સરાહના
તેમણે આ ઉપરાંત કહ્યું હતું કે, દર વખતની જેમ ગણતંત્ર દિવસે એનસીસી અને એનએસએસના યુવાનો ભાગ લે છે. આ બંને એવા સંગઠન છે જે રાષ્ટ્રીય સરોહકારો સાથે જોડે છે. દેશના સામર્થ્યને કોરોના કાળમાં વધાર્યું તેને પ્રોત્સાહિત કરવા પણ સરકારનું કામ છે. તેમણે કહ્યું કે, દેશના ડઝનો જિલ્લાઓમાં એનસીસીના વિશેષ પ્રોગ્રામ ચાલે છે. આર્મી, નેવી અને એરફોર્સના માધ્યમથી ખાસ ટ્રેનિંગ પણ અપાય છે. જરૂર પડ્યે ફર્સ્ટ રિસ્પોન્ડર્સની જેમ તેઓ કામ પણ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT