ભરૂચમાં પતિ સાથે અણબનાવ થતા જનેતાએ સગી દીકરીનું ગળું દબાવી દીધું, ડોક્ટરની ચાલાકીથી પકડાઈ ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચ: ભરૂચમાં કળિયુગી માતાએ પોતાની જ બાળકીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકીને હોસ્પિટલ લઈ જતા મૃત મળી આવી હતી. ડોક્ટર્સને શંકા જતા તેમણે પોલીસ બોલાવી હતી. જે બાદ તપાસ કરતા બાળકીની માતાએ જ તેનું ગળું દબાવી દીધું હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જનેતાએ જ બાળકીનું મર્ડર કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યો છે.

મૃત બાળકને લઈને પરિવાર હોસ્પિટલ પહોંચ્યો
વિગતો મુજબ, ભરૂચના કોર્ટ રોડ પર એકતાનગર પાછળ પરપ્રાંતિય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક 5 વર્ષની બાળકીને તેના કાકા ટુ-વ્હીલર પર સિવિલમાં લઈને પહોંચ્યા હતા. જેને તબીબોએ મૃત જાહેર કરી હતી. જોકે તેના મૃત્યુનું કારણ પૂછતા સરખો જવાબ ન મળ્યો આથી તેમને શંકા ગઈ અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે બાળકીનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ કરતા બાળકીની માતાએ જ તેનું ગળું દબાવી દીધું હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે હત્યારી માતા સામે ગુનો નોંધ્યો
માતાએ બાળકીની હત્યા શા માટે કરી આ અંગે પૂછવા પર મહિલાને પતિ સાથે અણબનાવ હોવાથી તેણે દીકરીનું ગળું દબાવી દીધું હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે હત્યારી માતાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ વાત એ છે કે અગાઉ પણ આ રીતે બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. ત્યારે હવે તે બંને કેસમાં પણ આ હત્યારી માતા જ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT