કેનેડાના વધુ એક ખાલિસ્તાનીને ભારતે જાહેર કર્યો આતંકવાદી, કોણ છે આ Lakhbir Singh Landa?
Lakhbir Singh Landa: ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સભ્ય લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. 33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીર સિંહ…
ADVERTISEMENT
Lakhbir Singh Landa: ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સભ્ય લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. 33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાએ 2021માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. આ સિવાય તે અન્ય ઘણી આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ રહ્યો છે.
કોણ છે લખબીર સિંહ લાંડા?
તમને જણાવી દઈએ કે, પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી લખબીરસિંહ લાંડા 2017માં કેનેડા ભાગી ગયો હતો. તેને પાકિસ્તાની ગેંગસ્ટર હરવિંદર સિંહ ઉર્ફે રિંદાનો નજીકનો માનવામાં આવે છે, જેણે BKI સાથે હાથ મિલાવ્યો હતો.
અનેક આતંકી હુમલામાં સામેલ
લખબીરેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લખબીર સિંહ ઉર્ફે લાંડા, જે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. લખબીર અનેક આતંકી હુમલામાં સામેલ હતો. પંજાબ ઇન્ટેલિજન્સનું મુખ્ય મથક મોહાલીમાં છે અને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સીમા પારથી અલગ-અલગ મોડ્યુલોને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs), હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરવામાં પણ સામેલ રહ્યો છે.
ADVERTISEMENT
હાલ કેનેડામાં છે લખબીર
મીડિયા રિપોર્ટ અનુસાર, લખબીર મૂળ પંજાબનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહે છે. તે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં સામેલ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પોલીસે કેનેડા ખાતે રહેતા આતંકવાદીના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા 48 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT