મનીષ સિસોદીયા હોળી જેલમાં જ જશે, દારૂ કૌભાંડમાં 20 માર્ચ સુધી તિહાડ જેલમાં મોકલાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાડ જેલમાં લઈ જવામાં આવશે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં હતા. સિસોદિયાને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. સીબીઆઈએ કહ્યું કે, અમે વધુ પોલીસ કસ્ટડીની માંગ કરી રહ્યા નથી. પરંતુ ભવિષ્યમાં તેની માંગ કરી શકે છે, કારણ કે આરોપી વ્યક્તિનું વર્તન યોગ્ય નથી. સાક્ષીઓને આશંકા છે કે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે.

સિસોદિયા કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે – સીબીઆઈ
સીબીઆઈએ કહ્યું કે, તે સાક્ષીઓને ડરાવી રહ્યા છે અને કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઈએ કહ્યું કે, કોર્ટે વોરંટ જાહેર કર્યા બાદ જ અમે દરોડા પાડ્યા હતા. આ મામલે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કોર્ટની જાણમાં છે. ચિંતાનો વિષય એ છે કે એવું કેમ બતાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ગેરકાયદેસર કામ કરી રહી છે. આ માંગને સ્વીકારીને કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, આ સાચી માહિતી નથી.

કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ રાજ્યોમાં બિન-ભાજપ સરકારને સુચારૂ રીતે કામ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, દેશના વડાપ્રધાનને રાષ્ટ્રના પિતા સમાન માનવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને અને ભાજપ સિવાના પક્ષો વચ્ચે તિરાડ ઊભી કરવી અને રાજ્યોમાં તેમની સરકાર પાડી દેવી એ પીએમ મોદીની કાર્યશૈલી બની ગઈ છે.

ADVERTISEMENT

8 વિપક્ષીદળોએ પીએમને પત્ર લખ્યો
કેજરીવાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મમતા બેનર્જી, કે ચંદ્રશેખર રાવ સહિત 8 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતા વડા પ્રધાનને પત્ર લખ્યા છે. તેલંગાણાના સીએમ રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના હસ્તાક્ષર પણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT