'મારું માઈક બંધ કરી દીધું, મેં પૂછ્યું-ભેદ ભાવ કેમ?' નીતિ આયોગની બેઠકથી ભડકીને નીકળી ગયા મમતા બેનર્જી

Gujarat Tak

ADVERTISEMENT

mamta benerjee
mamta benerjee
social share
google news

Niti Ayog Meeting: PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક ચાલી રહી છે. મીટીંગમાં હાજરી આપવા આવેલા મમતા બેનર્જીએ ગંભીર આરોપ લગાવતા વચ્ચે જ મીટીંગ છોડી દીધી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે તેમને બોલવાની તક આપવામાં આવી ન હતી અને પાંચ મિનિટમાં તેમને રોકી દેવામાં આવ્યા હતા. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે મમતા બેનર્જીનો માઈક બંધ કરવાનો દાવો ખોટો છે.

રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું, "મેં બેઠકનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, આસામ, ગોવા, છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ 10-12 મિનિટ સુધી વાત કરી હતી. મને માત્ર 5 મિનિટ બાદ બોલતા અટકાવી દેવામાં આવી,  આ ખોટું છે. વિપક્ષ તરફથી માત્ર હું અહીં પ્રતિનિધિત્વ કરી રહી છું, અને આ બેઠકમાં માત્ર એટલા માટે ભાગ લઈ રહી છું કે સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મને વધારે રસ છે. નીતિ આયોગ પાસે કોઈ નાણાંતીય શક્તિઓ નથી, આ કેવી રીતે કામ કરશે? તેને નાણાકીય શક્તિ આપો અથવા યોજના આયોગને પાછું લાવો. મેં પોતાનો વિરોધ નોંધાવ્યો અને બહાર આવી ગઈ.'

મારું અપમાન થયું- મમતા

મમતા બેનર્જીએ કહ્યું, 'મેં કહ્યું હતું કે પ્લાનિંગ કમિશન પાછું લાવો, મેં કહ્યું બંગાળને ફંડ આપો અને ભેદભાવ ન કરો. મેં કહ્યું કે જ્યારે આપણે કેન્દ્ર સરકાર ચલાવીએ છીએ ત્યારે આપણે બધા રાજ્યો વિશે વિચારવું જોઈએ. હું સેન્ટ્રલ ફંડ વિશે જણાવી રહી હતી કે તે પશ્ચિમ બંગાળને કેમ આપવામાં આવી રહ્યું નથી, તરત તેમણે મારું માઈક બંધ કરી દીધું. મેં કહ્યું કે વિપક્ષમાંથી હું એકલી જ આ બેઠકમાં હાજરી આપું છું, તમારે ખુશ થવું જોઈએ, તેના બદલે તમે તમારી પાર્ટી અને સરકારને વધુ પ્રાધાન્ય આપો છો. આ માત્ર બંગાળનું અપમાન નથી, પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે. આ મારું પણ અપમાન છે.

ADVERTISEMENT

'માઈક બંધ કરવાનો દાવો સાચો નથી'

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો દાવો છે કે નીતિ આયોગની બેઠક દરમિયાન તેમનું માઈક બંધ કરવામાં આવ્યું હતું. ઘડિયાળમાં માત્ર બતાવ્યું કે તેમનો બોલવાનો સમય પૂરો થઈ ગયો છે. ઘંટીનો અવાજ પણ ન વાગ્યો. પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીક અનુરોધ પર તેમને 7મા સ્પીકર તરીકે સામેલ કરવામાં આવ્યા, કારણ કે તેમને જલ્દી પાછા જવાનું હતું. 

આ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા

તમને જણાવી દઈએ કે ઈન્ડિયા બ્લોકના ઘણા મુખ્યમંત્રીઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી અને સીપીઆઈ(એમ)ના નેતા પિનરાઈ વિજયન, પંજાબના સીએમ ભગવંત માન અને ત્રણેય કોંગ્રેસના મુખ્યમંત્રીઓ - કર્ણાટકના સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી વિપક્ષી નેતા સહિત ઘણાએ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

આ સિવાય એનડીએના સાથી નીતીશ કુમારે પણ બેઠકમાં હાજરી આપી ન હતી પરંતુ તેમના સ્થાને બિહારના બંને નાયબ મુખ્ય પ્રધાનો – સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ બેઠકમાં હાજરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT