Lok Sabha Elections: આ તારીખે જાહેર થશે લોકસભા ચૂંટણી! સાત તબક્કામાં યોજાશે મતદાન

ADVERTISEMENT

સાત તબક્કામાં જ યોજાય શકે છે ચૂંટણી!
Lok Sabha Elections 2024 Date
social share
google news

Lok Sabha Elections 2024 Date: લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? સ્વાભાવિક રીતે બધાના મનમાં હાલ આ એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે. તો એવામાં હાલ સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર, આગામી 14-15 માર્ચ સુધી લોકસભાની ચૂંટણીઓ અંગે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ શકે છે અને તે જ દિવસે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે.  સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

સાત તબક્કામાં જ યોજાય શકે છે ચૂંટણી!

વધુમાં એવી જાણકારી પણ પ્રાપ્ત થઇ રહી છે કે, પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે. 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. આ સિવાય સૂત્રો અનુસાર, પરિણામની વાત કરવામાં આવે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોકસભાના ઉમેદવારોનું ભાવિ લખાય શકે છે. 

14 અથવા 15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે

સૂત્રો અનુસાર એવી માહિતી મળી છે કે હાલ ચૂંટણી પંચ બંગાળ પ્રવાસે છે ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. ચૂંટણી પંચનો પ્રવાસ 13 માર્ચ સુધી ચાલવાનો છે એટલે તે પૂર્ણ થયા બાદ 14 અથવા 15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.  

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT