Lok Sabha Election 2024: 26 વર્ષના રવિન્દ્રસિંહ ભાટીએ વધાર્યું ભાજપનું ટેન્શન, હવે ખુદ PM મોદીએ સંભાળી કમાન

ADVERTISEMENT

26 વર્ષના યુવકે વધાર્યા ભાજપના ધબકારા!
Lok Sabha Election 2024
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

26 વર્ષના યુવકે વધાર્યા ભાજપના ધબકારા!

point

હવે ખુદ PM મોદી ઉતર્યા મેદાનમાં

point

ભાજપના 'મિશન 25' માટે રવિન્દ્રસિંહ ખતરો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની 25 સીટો પર ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. તમામ નેતાઓએ પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન એક 26 વર્ષના યુવા નેતાની ખૂબ ચર્ચા થઈ રહી છે.  અપક્ષ ઉમેદવારના નોમિનેશન વખતે એકઠી થયેલી ભીડની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ યુવા નેતાને ભાજપના 'મિશન 25' માટે પણ ખતરો ગણાવવામાં આવી રહ્યા છે. આ યુવા નેતાનું નામ છે રવિન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati). તેઓએ તાજેતરમાં જ બાડમેર, જેસલમેર અને બાલોતરામાં જન આશીર્વાદ યાત્રી કાઢી હતી. આ દરમિયાન પણ તેમની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાટી પહેલી લોકસભા ચૂંટમીમાં જીત નોંધાવી શકેશે કે નહીં એ તો 4 જૂને મતગણતરી બાદ જ નક્કી થશે. પરંતુ હાલ તો આ યુવકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ટેન્શન વધારી દીધું છે. 

રવિન્દ્રસિંહ ભાટી વધાર્યું રાજકીય પાર્ટીનું ટેન્શન

જેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીએ મોટા નેતાઓને અહીં પ્રચારની જવાબદારી સોંપી દીધી છે. ભાજપે સોમવારે જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને બાડમેર બોલાવ્યા હતા. તો આજે એટલે કે 12 એપ્રિલે પીએમ મોદી પોતે રવિન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati) દ્વારા થયેલા નુકસાન અંગે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરશે.

શિવ બેઠકના અપક્ષ ધારાસભ્ય છે ભાટી

રવિન્દ્ર સિંહ ભાટી બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે. હવે તેમણે બાડમેર સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભાટી મોદી સરકારના મંત્રી કૈલાશ ચૌધરી સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રવિન્દ્રસિંહ ભાટીની સભાઓમાં ભારે ભીડ ઉમટી પડે છે. તેઓ ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યા છે અને બેઠકો યોજી રહ્યા છે. તેમની બેઠકમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડે છે. તેમના નોમિનેશન દરમિયાન એટલા બધા લોકો એકઠા થયા કે તસવીરો અને વીડિયો વાયરલ થઈ ગયા હતા. તેમને બાડમેર બેઠકના મહત્વના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. પીએમ મોદીના નામ અને કામ સિવાય રામ લહેર પર સવાર ભાજપ રાજસ્થાનની તમામ 25 સીટો પર જીતનો દાવો કરી રહી છે. પરંતુ બાડમેરમાં પાર્ટીના ધબકારા ચોક્કસ વધી ગયા છે. તેનું એક કારણ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાટીનું પ્રદર્શન છે.

ADVERTISEMENT

દિગ્ગજ નેતાઓને હરાવીને ચૂંટણી જીત્યા હતા ભાટી

ભાજપ સાથે બળવો કરીને 2023ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા રવિન્દ્રસિંહ ભાટીએ ઘણા દિગ્ગજ નેતાઓને હરાવીને જીત નોંધાવી હતી. જ્યારે ભાજપે આ બેઠક પરથી સ્વરૂપ સિંહ ખારાને પોતાના ઉમેદવાર બનાવ્યા ત્યારે ભાટીએ બળવો કર્યો અને અપક્ષ ચૂંટણી લડી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. ભાટીએ ભાજપ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીન ખાન હરાવ્યા હતા. તેઓ લગભગ 4 હજાર મતોથી જીત્યા હતા.

2019માં પહેલીવાર લડ્યા હતા ચૂંટણી

રવિન્દ્ર ભાટીએ 5 વર્ષ પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આરએસએસના વિદ્યાર્થી સંગઠન એબીવીપીના સભ્ય ભાટી જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. 2019માં તેઓ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ એબીવીપીએ તેમને ટિકિટ આપી ન હતી. ભાટીએ બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને જીત્યા. આ યુનિવર્સિટીના 57 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ અપક્ષ ઉમેદવાર વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદે જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT