KVS Class 1 Admission 2024: કેન્દ્રીય વિદ્યાલયનું એડમિશન ફોર્મ ભરતી વખતે ન કરતા આ ભૂલો, ફોર્મ થઈ જશે રદ

ADVERTISEMENT

KVS class 1 Admission 2024-25
KVS class 1 Admission 2024-25
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

1 એપ્રિલથી કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન પ્રક્રિયા થઈ છે શરૂ

point

વાલીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકે છે અરજી

point

ફોર્મ ભરતી વખતે નાની-નાની ભૂલો કરી બેસે છે વાલીઓ

KVS class 1 Admission 2024-25:  1 એપ્રિલથી દેશની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે તમારા બાળકનું ધોરણ 1થી લઈને 10 સુધીનું એડમિશન લેવા માંગો છો, તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. 

ફોર્મ ભરતી વખતે નાની ભૂલો કરી બેસે છે માતા-પિતા

જો કે, એડમિશન ફોર્મ ભરતી વખતે માતા-પિતા કેટલીકવાર કેટલીક નાની-નાની ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમના બાળકનું એડમિશન કેન્સલ થઈ શકે છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે કઈ એક ભૂલ ન કરવી જોઈએ.  

એક ભૂલથી અટકી શકે છે એડમિશન

તાજેતરમાં જ કેન્દ્રીય વિદ્યાલય સંગઠને તેની સત્તાવાર વેબસાઇટ kvsangathan.nic.in પર એક નોટિસ જાહેર કરી છે. જે KVS ધોરણ 1ના એડમિશન ફોર્મ 2024-25 સાથે સંબંધિત છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ KVS Admission 2024-25: કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી એડમિશન શરૂ, જાણો કયા-કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ફક્ત વેબસાઈટ દ્વારા જ થશે રજિસ્ટ્રેશન 

ખરેખર, KVSએ કહ્યું છે કે તમામ વર્ગો માટે રજિસ્ટ્રેશન ફ્ક્ત KVS kvsonlineadmission.kvs.gov.inની સત્તાવાર વેબસાઈટ દ્વારા જ કરવાની રહેશે. જેઓ KVS મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, તેમની અરજી રદ થઈ શકે છે. તેથી જે લોકોએ તેમના બાળકોના એડમિશન ફોર્મ મોબાઇલ એપ દ્વારા ભર્યા છે તે તમામના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે

 

ADVERTISEMENT

કેન્દ્રીય વિદ્યાલયમાં કેવી રીતે અરજી કરવી?

તમારા બાળકનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન કરાવવા માટે તમારે KVSની સત્તાવાર વેબસાઈટ kvsonlineadmission.kvs.gov.in પર જવું પડશે. જ્યાં તમારે માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે ધોરણ 1થી 10 માટે તમે 15 એપ્રિલ, 2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકો છો.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT