જમ્મૂ-કશ્મીરઃ બે પાકિસ્તાની તસ્કર 70 કરોડની હેરોઈન અને 11.82 લાખની મત્તા સાથે ઝડપાયા
શ્રીનગરઃ સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે પોલીસે બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી 70 કરોડની કિંમતનું 11 કિલો હેરોઈન અને 11.82…
ADVERTISEMENT
શ્રીનગરઃ સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે પોલીસે બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી 70 કરોડની કિંમતનું 11 કિલો હેરોઈન અને 11.82 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. બંનેએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું છે.
જુનાગઢઃ કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો, રસ્તા પર પટકાતા જ BJP નેતાનું મોત
ડ્રગ પાકિસ્તાનથી આવ્યું હતુંઃ ADGP
ગુરુવારે બે પાકિસ્તાની ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી 70 કરોડ રૂપિયાની કિંમતનું 11 કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ કહ્યું કે તસ્કરો પાસેથી 11 લાખ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી છે.
કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) વિજય કુમારે ટ્વીટ કર્યું, ‘બે ક્રોસ બોર્ડર દાણચોરો સજ્જાદ બદાના અને ઝહીર તંચને શ્રીનગર પોલીસે કર્નાહ કુપવાડાથી ધરપકડ કરી છે. દાણચોરો પાસેથી 11.089 કિલો હેરોઈન (આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 70 કરોડની કિંમત) અને રૂ. 11,82,500 રોકડ જપ્ત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે NDPS એક્ટ હેઠળ રાજબાગ પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એડીજીપીએ જણાવ્યું કે ડ્રગ પાકિસ્તાનથી આવ્યું હતું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT