'હેલ્લો! શું તમે કોરોના વેક્સિન લીધી છે?' બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે આ કૉલ

ADVERTISEMENT

Corona Vaccine Scam Alert
કોરોના વેક્સિન ફ્રોડ
social share
google news

Corona Vaccine Scam Alert: છેલ્લા ઘણા દિવસોથી કોરોના વેક્સિન (Corona Vaccine)ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દાએ સાયબર હેકર્સને છેતરપિંડી કરવાની નવી રીત આપી છે. આ ઠગો હવે લોકોને ફોન કરીને કોરોના વેક્સિન સાથે સંબંધિત જાણકારી માંગે છે અને તેમના બેંક એકાઉન્ટને સાફ કરી નાખે છે. માસુમ લોકો તેની જાળમાં સરળતાથી ફસાઈ જાય છે, બાદમાં તેમને છેતરપિંડી વિશે ખબર પડે છે. ચાલો જાણીએ સાયબર ઠગો છેતરપિંડીના આ ખેલને કેવી રીતે અંજામ આપે છે અને તમારે તેનાથી બચવા શું કરવાનું છે.

સાયબર ફ્રોડ ઘણી રીતે થાય છે. કેટલાક ઠગો SMSનો સહારો લે છે, જ્યારે કેટલાક સોશિયલ મીડિયા દ્વારા ફ્રોડ કરે છે. તમને એક મેસેજમાં ખતરનાક લિંક મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરતા જ તમારી માહિતી હેકર્સ પાસે પહોંચી જાય છે. તો કેટલાક ઠગો સોશિયલ મીડિયા પર ફેંક પોસ્ટ અને એડ બનાવીને લોકોને ગુમરાહ કરે છે. 

કોરોના વેક્સિનના નામે ફ્રોડ

આ સમયે સૌથી મોટો ખતરો કોલ દ્વારા છેતરપિંડીનો છે. સાયબર ઠગો માટે 'ફોન કોલ'  છેતરપિંડી કરવાની એક બેસ્ટ ટ્રિક છે, જેનાથી થોડીવારમાં  છેતરપિંડી થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે ઠગો કોરોના વેક્સિનના નામે લોકોને ફસાવે છે. 

ADVERTISEMENT

- સાયબર ઠગો હેલ્થ ડિપાર્ટમેન્ટ અથવા વેક્સિન સેન્ટરના સરકારી અધિકારી જણાવીને કોલ કરે છે. તેઓ તમને પૂછે છે કે તમે કોરોનાની રસી લીધી છે કે નહીં.

- ઘણા કિસ્સાઓમાં તેમની પાસે તમારી માહિતી પહેલેથી જ હોય ​​છે, જેને તેઓ કોલ પર વેરિફાઈ કરે છે. 

ADVERTISEMENT

- તમારા જવાબને કન્ફર્મ કરવા માટે ઠગો તમારા ફોન નંબર પર OTP મોકલે છે. કન્ફર્મ કરવા માટે તમને ઓટીપી જણાવવા માટે કહેવામાં આવે છે. અહીંથી અસલી ખેલ શરૂ થાય છે. 

ADVERTISEMENT

- જે લોકો OTP જણાવે છે, તેમના બેંક એકાઉન્ટ OTP દ્વારા હેક કરવામાં આવે છે. જે બાદ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.

- આ રીતે કોરોના વેક્સીનની આડમાં સાયબર ઠગો લોકોને પોતાનો શિકાર બનાવે છે.

ફ્રોડથી આવી રીતે બચો?

- કોઈપણ અજાણ્યા વ્યક્તિના ફોન કે એસએમએસનો જવાબ ન આપો: જો કોઈ તમને કોરોના વેક્સિન અંગે ફોન કરે અથવા મેસેજ કરે છે અને દાવો કરે કે તેઓ સરકારી કર્મચારી છે, તો તેમનાથી સાવધ રહો. કોઈપણ પ્રકારની માહિતી આપતા પહેલા તેમની ઓળખ અને સત્યતા જાણવાનો પ્રયાસ કરો.

- માત્ર સરકારી વેબસાઇટ્સ અને અધિકૃત સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવો: વેક્સિન સંબંધિત કોઈપણ માહિતી માટે માત્ર સરકારી વેબસાઇટ્સ અને અધિકૃત સ્ત્રોતોનો ઉપયોગ કરો.

- તમારા પરિવાર અને મિત્રોને જાગૃત કરો: તમારા પરિવાર અને મિત્રોને આ છેતરપિંડી વિશે જણાવો જેથી તેઓ પણ સાવચેત રહે.

જો છેતરપિંડી થાય તો શું કરવું?

- જો તમે કોરોના વેક્સિન સ્કેમનો શિકાર બન્યા છો તો પહેલા પોલીસને જાણ કરો. આ વિશે તમારી બેંકને પણ જાણ કરો અને બેંકને કાર્ડ અને એકાઉન્ટ બ્લોક કરવા માટે કહો.

- સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવવા માટે આ વેબસાઈટ https://cybercrime.gov.in પર જાવ અને ઓનલાઈન ફરિયાદ નોંધાવો. કોરોના વેક્સિન, સર્ટિફિકેટ વગેરે સાથે સંબંધિત માહિતી માટે, Cowin પોર્ટલ (https://www.cowin.gov.in)નો ઉપયોગ કરો.
 

    follow whatsapp

    ADVERTISEMENT