WhatsAppની પ્રાઈવસી પૉલિસી મામલે સરકારે કોર્ટને કહ્યુંઃ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે’

ADVERTISEMENT

વોટ્સએપની પ્રાઈવસી પોલિસીના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે. સરકાર આ ડેટા પ્રોટેક્શન બિલને જુલાઈમાં
વોટ્સએપની પ્રાઈવસી પોલિસીના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે. સરકાર આ ડેટા પ્રોટેક્શન બિલને જુલાઈમાં
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ વોટ્સએપની પ્રાઈવસી પોલિસીના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે. સરકાર આ ડેટા પ્રોટેક્શન બિલને જુલાઈમાં શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં સંસદમાં રજૂ કરશે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલાની સુનાવણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી મુલતવી રાખી છે. વોટ્સએપ પ્રાઈવસી પોલિસી 2021ને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામાણીએ કહ્યું કે આના પર પરામર્શ એક લાંબી પ્રક્રિયા છે. તે સમય લેશે, અમને સારો કાયદો જોઈએ છે.

દેશમાં કઈ-કઈ પાર્ટીને છે હવે માન્યતા જાણો સમગ્ર લીસ્ટ

શિયાળુ સત્રમાં લાવવાનું મોકુફ થયું
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં આ મામલાની સુનાવણી આજે મોકૂફ રાખવામાં આવી હતી. અરજદારના વકીલે કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે પરંતુ તે લાવી નથી. બજેટ સત્ર પણ પસાર થયું. હવે સરકાર કહી રહી છે કે તે ચોમાસુ સત્રમાં બિલ લાવશે. કોર્ટે આ મામલે સુનાવણી કરવી જોઈએ. ન્યાયિક પ્રક્રિયાને કાયદાકીય પ્રક્રિયા સાથે મિશ્રિત ન કરવી જોઈએ.

અગાઉની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે વોટ્સએપને 2021માં પાંચ અખબારોમાં જાહેરાત આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી મીડિયામાં સરકારને આપવામાં આવેલી તેની બાંયધરીનો પ્રચાર કરવામાં આવે. વોટ્સએપ કંપનીને મીડિયામાં વ્યાપક પ્રસિદ્ધિ આપવા કહેવામાં આવ્યું હતું કે લોકો હાલમાં તેની 2021 ગોપનીયતા નીતિને અનુસરવા માટે બંધાયેલા નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT