Rajinikanth ની પુત્રીના ઘરેથી સોનાના દાગીના ચોરાયા, નોકરાણી અને ડ્રાઈવરની ધરપકડ
ચેન્નઈ : ફિલ્મ નિર્માતા ઐશ્વર્યા રજનીકાંતની નોકરાણી અને કાર ડ્રાઈવરની મંગળવારે સેલિબ્રિટીના ઘરેથી સોના અને હીરાના દાગીનાની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 18…
ADVERTISEMENT
ચેન્નઈ : ફિલ્મ નિર્માતા ઐશ્વર્યા રજનીકાંતની નોકરાણી અને કાર ડ્રાઈવરની મંગળવારે સેલિબ્રિટીના ઘરેથી સોના અને હીરાના દાગીનાની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 18 વર્ષથી નોકરાણી તરીકે કામ કરતી ઇશ્વરીને ઐશ્વર્યા રજનીકાંતના ઘરની જાણ હતી અને તેણે અનેક વખત લોકર ખોલીને ચોરી કરી હતી.
ફિલ્મ નિર્માતા ઐશ્વર્યા રજનીકાંતની નોકરાણી અને કાર ડ્રાઈવરની મંગળવારે સેલિબ્રિટીના ઘરેથી સોના અને હીરાના દાગીનાની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રાઇવર વેંકટેશનના કહેવાથી નોકરાણી ઇશ્વરીએ આશરે 100 તોલા સોનાના દાગીના, 30 ગ્રામ હીરાના દાગીના અને ચાર કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.18 વર્ષથી નોકરાણી તરીકે કામ કરતી ઇશ્વરીને ઐશ્વર્યા રજનીકાંતના ઘર વિશે ખબર હતી અને તેણીએ ચોરી કરી હતી.
ઘણી વાર લોકર ખોલ્યું
નોકરાણીને ખબર હતી કે ચાવી ક્યાં રાખવામાં આવી છે. તે ઘણીવાર લોકર ખોલવા માટે તેનો ઉપયોગ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે થોડા સમય માટે ઘરેણાં અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. નોકરાણીએ ઘર ખરીદવા માટે ઘરેણાંનો ઉપયોગ કર્યો. તેની પાસેથી મકાન ખરીદીને લગતા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ પોલીસમાં કરેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.ચોરીની માહિતી મળતાં ઐશ્વર્યાએ ગયા મહિને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેણે છેલ્લે 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં ઘરેણાં પહેર્યા હતા. ચોરીના દાગીનામાં હીરાના સેટ, જૂના સોનાના દાગીના, નવરત્ન સેટ, નેકલેસ અને બંગડીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: BREAKING: બિહારના CMને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો
બહેનના લગ્નમાં ઘરેણાં પહેર્યા બાદ તેને લોકરમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે 10 ફેબ્રુઆરીએ જોયું તો જ્વેલરી ત્યાં ન હતી.જાણકારી અનુસાર, જ્યારે ઐશ્વર્યાએ ફેબ્રુઆરીમાં લોકર ખોલ્યું તો તે ચોંકી ગઈ કારણ કે જ્વેલરી ગાયબ હતી. જે બાદ તેણે ઘરના કેટલાક નોકર પર શંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT