પૈસા લઈ બનું છું ગર્લફ્રેન્ડ, આ છે ચાર્જ…, યુવતીનો વિચિત્ર દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: એક યુવતીએ પોતાની નોકરીને લઈને વિચિત્ર દાવો કર્યો. તે કહે છે કે દરરોજ તે કોઈની ગર્લફ્રેન્ડ બનીને ખૂબ પૈસા કમાઈ રહી છે. તેની ફુલ ટાઈમ જોબ સરોગેટ ગર્લફ્રેન્ડ બનવાની છે. પરંતુ, આ દરમિયાન યુવતીની શરત એ છે કે તે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધશે નહીં. તેણે પોતાના કામનું નામ ‘પેઈડ ડેટિંગ’ રાખ્યું છે. આ કામ માટે તે રોજના 40 થી 50 હજાર રૂપિયા લે છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ મૂળ જાપાનની આ છોકરીનું નામ કિર્મી છે. તે એકલતા, ઉદાસી અથવા કોઈપણ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને પોતાનો સમય આપે છે અને તેના બદલામાં પૈસા લે છે. કેટલાક કિર્મીને ગર્લફ્રેન્ડ માનીને તેની સાથે સમય વિતાવે છે, જ્યારે કેટલાક તેને મિત્ર માને છે.

મેક્સિકોમાં પણ પેઇડ ડેટિંગ કરે છે
કિર્મી હવે મેક્સિકોમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 40 હજાર ફોલોઅર્સ છે. બિઉજિ તરફ, Tiktok પર તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે. કિર્મી તેના ગ્રાહકો સાથે મૂવી જોવા, જમવા, મુસાફરી કરવા અને ખરીદી કરવા માટે પૈસા લે છે. તેમની માસિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે.કિર્મી સામાન્ય રીતે એવા છોકરાઓને જ ડેટ કરે છે જેઓ સિંગલ હોય. તે લોકો સાથે પણ જેઓ તેમની મીટિંગ ખાનગી રાખવા માંગે છે. કિર્મીએ જણાવ્યું કે જાપાનમાં ‘પેઇડ ડેટિંગ’ સામાન્ય છે. હવે તે મેક્સિકોમાં પણ આ જ કામ કરી રહી છે.

ADVERTISEMENT

અપોઇમેન્ટ માટે પણ લે છે ચાર્જ 
તે કહે છે કે સોશિયલ મીડિયા પર ઘણા એવા ફેન્સ છે જેઓ તેને મળવા માંગતા હતા. એટલા માટે એપોઇન્ટમેન્ટ માટે ચાર્જ લેવાનું શરૂ કર્યું. આ રીતે ચાહકોની ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને હું કમાઉં છું. કિર્મી સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT