Gautam Gambhir Quit Politics: લોકસભા ચૂંટણી પહેલા Gautam Gambhir એ રાજકારણમાંથી લીધો સંન્યાસ
ગંભીરે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણથી દૂર થવાનો નિર્ણય લઈ બધાને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
Gautam Gambhir Quit Politics: પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ગંભીરે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણથી દૂર થવાનો નિર્ણય લઈ બધાને ચોંકાવી દીધા છે. તેણે આ અંગે પીએમ મોદી અને અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિનંતી કરી છે. ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
મને મારી રાજકીય ફરજોમાંથી વિનંતી: ગંભીર
ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું- મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિન્દ.
ગૌતમ ગંભીરની અત્યાર સુધીની સફર
હાલ ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી ભાજપ લોકસભા સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. ગૌતમ ગંભીરે બંને ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગંભીરે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં 54 બોલમાં 75 રન બનાવ્યા હતા. તે જ સમયે, ODI વર્લ્ડ કપની ફાઇનલમાં તેના બેટમાંથી 91 રન આવ્યા હતા. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર છે. તે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર પણ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT