ગેંગસ્ટર અતીક અહેમદને લઈ યુપી પોલીસના ફરી ગુજરાતમાં ધામા, જાણો શું છે મામલો
અમદાવાદ: ગેંગસ્ટર અતિક અહેમદ ઉમેશ પાલના હત્યા કેસનો આરોપી છે. ત્યારે આ મામલે ઉત્તરપ્રદેશથી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો છે. થોડીવારમાં જ સાબરમતી જેલમાંથી અતિકને…
ADVERTISEMENT
અમદાવાદ: ગેંગસ્ટર અતિક અહેમદ ઉમેશ પાલના હત્યા કેસનો આરોપી છે. ત્યારે આ મામલે ઉત્તરપ્રદેશથી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો છે. થોડીવારમાં જ સાબરમતી જેલમાંથી અતિકને બહાર લાવવામાં આવશે અને બાય રોડ ઉત્તરપ્રદેશ પોલીસ તેને લઈ જશે.
માફિયા અતીક અહેમદની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા તેને ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મળી હતી, ત્યારબાદ સાબરમતી જેલમાં તેની બેરેક બદલવામાં આવી હતી અને હવે ઉમેશ પાલ હત્યા કેસમાં તેની સામે વોરંટ-બી જારી કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે યુપી પોલીસ ટૂંક સમયમાં અતીક અહેમદને પ્રયાગરાજ પરત લઈ જશે.
અતીક અહેમદ અને તેમના પુત્ર અલી સહિત 13 પર FIR નોંધવામાં આવી
કુખ્યાત માફિયા અતીક અહેમદ, અલી અતીક અહેમદ, અસદ કાલિયા, શકીલ, શાકિર, સાબી અબ્બાસ, ફૈઝાન, સૈફ, નામી, અફફાન, મેહમૂદ, મૌદ અને અસલમ મંત્રી (અતિક અહેમદના પિતરાઈ) વિરુદ્ધ પોલીસ સ્ટેશન ધુમનગંજ/માં કલમ 147/148 149/307/386/286/504/506/120-બી નો ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જાણો શું હતી ઘટના
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે બનેલી આ ઘટનામાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ રાજૂપાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગલીની બહાર કારથી નિકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કરી હતી. આ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલનું મોત થયું હતું. ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ નોંધ્યો ચે. છે. પોલીસ આ કેસમાં અસદ સહિત 5 શૂટરોની શોધ કરી રહી છે.
ADVERTISEMENT
અપહરણ કેસમાં અતીક અહેમદ દોષિત
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT