IIM માંથી ફ્રીમાં કરો આ ઓનલાઈન કોર્સ, નોકરી મેળવવામાં થશે ખાસ મદદ
IIM Free Course: ઘણા વિદ્યાર્થીઓ IIM જેવી જાણીતી સંસ્થામાંથી અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ અહીં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. એવામાં તમે તમારા બાયોડેટાને વધુ સારો બનાવવા માટે IIM સંસ્થાના મફત અભ્યાસક્રમોનો લાભ લઈ શકો છો.
ADVERTISEMENT
IIM Free Course: ઘણા વિદ્યાર્થીઓ IIM જેવી જાણીતી સંસ્થામાંથી અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ અહીં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. આ માટે ઉમેદવારે અઘરી પરીક્ષા પાસ કરવી પડશે. મોટી અને જાણીતી સંસ્થાઓમાંથી ભણેલા ઉમેદવારોને વધુ મહત્વ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમે તમારા બાયોડેટાને વધુ સારો બનાવવા માટે IIM સંસ્થાના મફત અભ્યાસક્રમોનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર અને કારનો ધ્રુજાવી નાખે તેવો અકસ્માત, 10નાં મોત
IIM થી ફ્રી કોર્સ કરો
ઉમેદવારોને હંમેશા સારો બાયોડેટાને બનાવવા અને સમયાંતરે તેને અપડેટ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો અથવા જોબ બદલવાનું વિચારી રહ્યા છો, તો ફ્રી કોર્સ તરફ જાઓ, આનાથી તમે ઘરે બેઠા શીખી શકશો અને કોઈપણ પૈસા ચૂકવ્યા વગર તમે સર્ટિફિકેટ પણ મેળવી શકશો. IIM આવા ઉમેદવારોને મફતમાં કોર્સ કરવાની તક આપે છે. IIM જેવી જાણીતી સંસ્થાનું પ્રમાણપત્ર તમારા બાયોડેટાને પ્રભાવશાળી બનાવશે અને તમારા માટે સારી નોકરી મેળવવાનું સરળ બનાવશે.
IIM અમદાવાદથી ફ્રીમાં મેળવો લીડરશીપ સ્કીલનું સર્ટિફિકેટ
બાયોડેટા પ્રભાવશાળી દેખાવા માટે, મોટાભાગના લોકો તેમાં અલગ-અલગ સ્કીલ્સ વિશે લખે છે. ડિગ્રી ઉપરાંત, વિવિધ અભ્યાસક્રમો કરતા ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો તમે આ કરવા માંગો છો તો તમે ફ્રી સર્ટિફિકેટ કોર્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે IIM અમદાવાદમાંથી લીડરશીપ સ્કિલ કોર્સ મફતમાં કરી શકો છો. તે બિલકુલ ફ્રી છે. આ કોર્સ 6 મહિનાનો છે, જે પૂર્ણ થવા પર IIM અમદાવાદ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં ટીમ લીડરનું વર્તન, કામ, ટીમને હેન્ડલ કરવાની રીત, નિર્ણય લેવો, મેનેજમેન્ટ વગેરે શીખવવામાં આવશે. આ કોર્સ IIMના પ્રોફેસર વિશાલ ગુપ્તા દ્વારા કરાવવામાં આવશે. કોર્સ પૂરો થવા પર ઉમેદવારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સોનાથી લખેલી રામાયણ, વર્ષમાં માત્ર 1 વખત જ ભક્તો કરી શકે છે દર્શન
IIM બેંગલુરુ પણ ફ્રી કોર્ષ કરાવશે
IIM બેંગ્લોર ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ, ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્ડ મેનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા 40 થી વધુ ફ્રી કોર્સ ઓફર કરે છે. મોટી કંપનીઓમાં નોકરી મેળવવા માટે, તમે આ ફ્રી કોર્ષ કરી શકો છો, પરંતુ IIM બેંગ્લોરમાંથી ફ્રી કોર્સનું પ્રમાણપત્ર મેળવવા માટે, તમારે પૈસા ચૂકવવા પડશે.
ADVERTISEMENT