સ્પેનમાં નાઈટ ક્લબમાં ભીષણ આગની ઘટના, 13 લોકો જીવતા ભડથું થયા અનેક ઈજાગ્રસ્ત
Spain Fire Incident: સ્પેનના મુર્સિયા શહેરમાં એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો…
ADVERTISEMENT
Spain Fire Incident: સ્પેનના મુર્સિયા શહેરમાં એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી અને ક્લબમાં લોકોની શોધખોળ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે વહેલી સવારે બની હતી.
બર્થ-ડે પાર્ટી ઉજવી રહેલું ગ્રુપ સળગી ગયું
સ્પેનિશ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાંના ઘણા એ જ જૂથના હતા જેઓ ક્લબમાં જન્મદિવસની પાર્ટી કરી રહ્યા હતા. મૃતકોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.
At least a dozen people have been killed in a fire in a nightclub in Murcia in southeast Spain, emergency services said, adding that rescuers were still searching for people unaccounted for after the blaze https://t.co/9Px3UIvBMm pic.twitter.com/JKwBY6xWjX
— Reuters (@Reuters) October 1, 2023
ADVERTISEMENT
3 દિવસો શોક જાહેર કરવામાં આવ્યો
શહેરના મેયર જોસ બેલેસ્ટાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, મર્સિયા મ્યુનિસિપલ સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના માનમાં ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. સિટી હોલની બહાર સ્પેનિશ ધ્વજ અડધો ઝુકાવીને લહેરાવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકે જણાવ્યું હતું કે, “જ્યારે એલાર્મ બંધ થયા પછી ચીસો સંભળાઈ અને બધી લાઈટો બંધ થઈ ગઈ, ત્યારે ખબર પડી કે આગ લાગી છે. આ પછી આગ ફેલાઈ ગઈ. તેના પરિવારના પાંચ સભ્યો અને બે મિત્રો ગુમ છે.
આગ લાગ્યા બાદ નાઈટ ક્લબની છત પડી જતા લોકો દબાયા
સ્પેનની નેશનલ પોલીસના ડિએગો સેરાલે મીડિયાને જણાવ્યું કે, આગ ફોન્ડા મિલાગ્રોસ નાઈટક્લબમાં લાગી હતી. આગ લાગ્યા બાદ ક્લબની છત પડી ગઈ, જેના કારણે ઘણા લોકો અંદર રહી ગયા અને મૃત્યુ પામ્યા. કાટમાળ અને ઊંચા તાપમાનના કારણે હાલમાં સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT