Gujarat High Court માંથી પણ રાહુલને રાહત નહી, માનહાની મુદ્દે ઉનાળા વેકેશન બાદ ચુકાદો
Rahul Gandhi On Modi Surname Case: રાહુલ ગાંધીને કેસ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં રાહુલ ગાંધી અંગે આજે કોર્ટે કોઇ રાહત…
ADVERTISEMENT
Rahul Gandhi On Modi Surname Case: રાહુલ ગાંધીને કેસ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં રાહુલ ગાંધી અંગે આજે કોર્ટે કોઇ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખી લેવાયો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. જેથી એક પ્રકારે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT