BIG BREAKING: પંજાબ CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી, આતંકવાદી પન્નુએ જાહેર કર્યો વીડિયો
Chief Minister Bhagwant Mann Threat to kill: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી…
ADVERTISEMENT
Chief Minister Bhagwant Mann Threat to kill: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ SFJના સભ્યોને 26 જાન્યુઆરીના ગણતંત્ર
દિવસ પર મુખ્યમંત્રી ભગવંત માનને નિશાન બનાવવા કહ્યું છે. ગુરપતવંતસિંહ પન્નુએ આ અંગે એક ઈમેલ અને વીડિયો જાહેર કરીને અપીલ કરી છે.
આતંકી પન્નુએ લગાવ્યો આ આરોપ
ગુરપતવંત સિંહ પન્નુનો આરોપ છે કે મુખ્યમંત્રીએ એક ગેંગસ્ટરને ફેક એન્કાઉન્ટરમાં મારવાનો આદેશ આપ્યો છે. ઘટના બાદ સીએમના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
ગેંગસ્ટરો સામે કાર્યવાહીથી નારાજ છે પન્નુ
મળતી માહિતી મુજબ, શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ મુખ્યમંત્રીને મારવા માટે પંજાબના ગેંગસ્ટરોને એકસાથે આવવા કહ્યું છે. પન્નુએ પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના ગુનેગારો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. જેના કારણે આતંકવાદીઓને હવાલાથી આવતા પૈસામાં ઘટાડો થયો છે.
ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો નિર્દેશ
વાસ્તવમાં મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશો બાદ પંજાબ પોલીસ રાજ્યમાં ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ અને હથિયારોના વેપાર સાથે સંકળાયેલા ગેંગસ્ટરોની છેલ્લા કેટલાક મહિનામાં મોટા પાયે ધરપકડ કરવામાં આવી છે. સમયાંતરે પોલીસ હથિયારો અને ડ્રગ્સના કન્સાઈનમેન્ટ્સ જપ્ત કરીને પંજાબના ગેંગસ્ટરોની સાંઠગાંઠને નબળી બનાવી રહી છે. આનાથી ગેંગસ્ટર નારાજ છે અને ફરાર છે. કેટલાક તો વિદેશ ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા છે. સીએમ ભગવંત માને પંજાબ પોલીસને ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT