CBSE બોર્ડની ધો.11-12ની પરીક્ષા પેટર્ન બદલાઈ, હવે વિદ્યાર્થીઓને નહીં આપવા પડે લાંબા જવાબો
CBSEએ ધોરણ 11 અને 12ની પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય લીધો છે. હવે પરીક્ષાઓમાં પ્રશ્નોના લાંબા જવાબો લખવા પડશે નહીં. શિક્ષણ મંત્રાલયની દલીલ છે કે આનાથી બાળકોમાં જવાબો યાદ રાખવાની વૃત્તિનો અંત આવશે અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT
CBSE Board Exam Pattern Change: CBSEએ ધોરણ 11 અને 12ની પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય લીધો છે. હવે પરીક્ષાઓમાં પ્રશ્નોના લાંબા જવાબો લખવા પડશે નહીં. શિક્ષણ મંત્રાલયની દલીલ છે કે આનાથી બાળકોમાં જવાબો યાદ રાખવાની વૃત્તિનો અંત આવશે અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે. CBSE દ્વારા જારી કરાયેલ નવી પરીક્ષા પેટર્ન વર્ષ 2024-25 થી લાગુ કરવામાં આવી છે. CBSE કહે છે કે, લાંબા જવાબના પ્રશ્નોને બદલે 11મા અને 12મા ધોરણમાં કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.
ધોરણ-11 અને 12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર
હાલમાં CBSEએ આ ફોર્મેટ માત્ર 11મા અને 12મા ધોરણ માટે જ લાગુ કર્યું છે. ધોરણ 9 અને 10ની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CBSE અનુસાર, ધોરણ 11 અને 12ની પરીક્ષા પેટર્નમાં કરવામાં આવેલો ફેરફાર નવી શિક્ષણ નીતિ 2020 પર આધારિત છે. નવી એજ્યુકેશન પોલિસી અનુસાર પરીક્ષાની પેટર્નમાં સુધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત, જુઓ કેવો રહેશે કાર્યક્રમ!
પેટર્નમાં ફેરફાર પાછળ આ છે મુખ્ય કારણ
CBSEના ડાયરેક્ટર જોસેફ ઈમેન્યુઅલે આ અંગે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે યોગ્યતા-આધારિત મૂલ્યાંકન અને અનુકરણીય સંસાધનોના વિકાસ માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, CBSE શાળા શિક્ષણના ક્ષેત્રમાં આવી ઈકો સિસ્ટમ બનાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય યાદ રાખવાનો નથી પરંતુ શીખવા પર ભાર આપવાનો છે. આ નવી ઇકોસિસ્ટમ દ્વારા, વિદ્યાર્થીઓની રચનાત્મક વિચારસરણી અને ક્ષમતાઓ વિકસાવવામાં આવશે, જેથી તેઓ 21મી સદીના પડકારોનો સામનો કરી શકે. ગઇકાલે વધુ માહિતી આપતા CBSE બોર્ડે જણાવ્યું હતું કે બહુવિધ પસંદગીના પ્રશ્નો એટલે કે MCQ અને કાર્યક્ષમતા આધારિત પ્રશ્નોની સંખ્યા 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. જ્યારે ટૂંકા અને લાંબા જવાબો સહિતના અન્ય પ્રશ્નોની ટકાવારી 40 થી ઘટાડીને 30 ટકા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT