PM ની સુરક્ષામાં મોટી ચૂક: માળા સાથે પીએમની લગોલગ પહોંચી ગયો એક શખ્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ તેની ખુબ જ નજીક આવી ગયો. આ વ્યક્તિના નજીક આવવાને કારણે સુરક્ષા એઝન્સીઓ સક્રિય થઇ ગઇ અને તે વ્યક્તિને તત્કાલ હટાવી દીધો હતો. હાલ પોલીસ કિશ્નરે કહ્યું કે, પીએમની સુરક્ષામાં કોઇ ચુક નથી થઇ. જો કે આ ઘટનાનો એક વીડિયો પણ હાલ સામે આવ્યો છે.

પીએમ મોદીની લગોલગ પહોંચી ગયો શખ્સ NSG જવાને તેને દુર કર્યો
આ વીડિયોમાં જ્યારે પીએમ મોદી ગાડીની બહાર ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા હતા ત્યારે જ એક વ્યક્તિ ખુબ જ ઝડપથી હાથમાં માળા લઇને પીએમને પહેરાવવા માટે દોડી આવ્યો હતો. જો કે ત્યાં હાજર સુરક્ષા કર્મચારી તેને તત્કાલ ત્યાંથી હટાવી દે છે. પીએમનો રોડ શો ચાલી રહ્યો હતો. હાલ પોલીસ જો કે સ્પષ્ટ કરી દીધું છે કે, પીએમ મોદીની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારની ચુક થઇ નથી. તેને સુરક્ષામાં કોઇ ચુક નહી થઇ હોવાની સ્પષ્ટતા કરી છે. તેને સુરક્ષામાં ચુક તરીકે જોઇ શકાય નહી.

ADVERTISEMENT

કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ધાટનમાં પહોંચ્યા પીએમ
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી કર્ણાટકમાં છે અને અહીં તેઓ રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન પણ કરશે. આ કાર્યક્રમ અંગે પીએમઓ દ્વારા માહિતી આપવામાં આવી કે, આ પ્રકારના મંચ વિવિધ સંસ્કૃતીઓને એક મંચ પ્રદાન કરવાનું કામ કરે છે. તેના કારણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ ઉત્તેજન મળે છે. આ વખતે હુબલીમાં જે રાષ્ટ્રીય ઉત્સવનું આયોજન થઇ રહ્યું છે, તેની થીમ વિકસિત યુવા, વિકસિત ભારત રાખવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT