ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યા દુઃખદ સમાચાર, આ જાણીતી અભિનેત્રીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન

ADVERTISEMENT

 ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યા દુઃખદ સમાચાર
Amrita Pandey Suicide
social share
google news

Amrita Pandey Suicide: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી અમૃતા પાંડેનું નિધન થયું છે. અભિનેત્રીએ આપઘાત કરી લીધો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમૃતા પાંડેએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. અમૃતા પાંડેએ આપઘાત કરતા પહેલા વોટ્સએપ પર પોતાનું સ્ટેટસ પણ અપડેટ કર્યું હતું. અમૃતા પાંડેએ ખેસારી લાલ યાદવ સાથે પણ કામ કર્યું છે.

વોટ્સએપ પર મૂક્યું સ્ટેટ્સ

અમૃતા પાંડેના આપઘાત પાછળનું હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ એક્ટ્રેસ મૃત્યુ પહેલા વોટ્સએપ સ્ટેટસ દ્વારા કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો. અમૃતા પાંડેએ લખ્યું હતું કે - બે નાવ પર સવાર હૈ ઉસકી જિંદગી, અમને અપની નાવ ડુબા કર ઉસકી રાહ કો આસાન કર દીયા.

ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી  

આ ઘટનાની જાણ થતાં જોગસર પોલીસ ઘટનાની તપાસ માટે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની FSL પાસે તપાસ કરાવી, જ્યાંથી સાડીનો ફાંસીનો ફંદો. મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે સાંજે તેમને માહિતી મળી કે એપાર્ટમેન્ટમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતા જ પોલીસ અધિકારી કૃષ્ણ નંદન કુમાર સિંહ, SI રાજીવ રંજન અને શક્તિ પાસવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

ADVERTISEMENT

હોસ્પિટલમાં ડોક્ટરે જાહેર કરી મૃત

જ્યારે પોલીસે પૂછપરછ કરી તો પરિવારના સભ્યોએ જણાવ્યું કે લગભગ 3.30 વાગ્યે બહેન અમૃતા પાંડેના રૂમમાં ગઈ હતી. જ્યાં અમૃતા પાંડે લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ પરિવારજનો તાત્કાલિક તેને લઈને ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા, પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ડિપ્રેશનમાં હતી અમૃતા પાંડે

પરિવારે જણાવ્યું કે અમૃતા પાંડે પરિણીત છે, તેના લગ્ન 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગડ સાથે થયા હતા. તેઓ મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. દંપતીને કોઈ સંતાન નથી. તેની બહેનના કહેવા પ્રમાણે, અમૃતા તેના કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. તે ડિપ્રેશનમાં હતી. આ કારણોસર તેની સારવાર પણ ચાલી રહી હતી.

ADVERTISEMENT

અનેક વેબ સિરીઝોમાં કર્યું છે કામ 

ભોજપુરી ફિલ્મો સિવાય અમૃતાએ કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે. હાલમાં જ અમૃતાની હોરર વેબ સિરીઝ પ્રતિશોધનો પહેલો ભાગ રિલીઝ થયો છે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત પણ હતી. પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે દરેક તબક્કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT