ભરઉનાળે ધારાસભ્ય ધાબળા વહેંચવા નિકળ્યાં, લોકોએ નેતાજીની બુદ્ધીને આપી રહ્યા છે સલામી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતા :નેતાઓ કેટલા બુદ્ધિશાળી હોય છે તે તો એક ચર્ચાનો વિષય છે. જો કે દરેક લોકો પોતાના વિસ્તારના નેતાઓ અંગે માહિતગાર હોય જ છે. જો કે હાલમાં જે ઘટના સામે આવી તે આશ્ચર્યજનક છે. પશ્ચિમ બંગાળમાં હાલ દઝાડતી ગરમી લાગી રહી છે. અહીં અનેક જિલ્લાઓમાં તો લુના પ્રકોપના કારણે લોકો પરેશાન છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય ધાબળા વહેંચવા નિકળતા સવાલો ઉઠવા લાગ્યા છે. મમતાના ધારાસભ્ય આવું કામ કરતા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના નદિયાના કરીમપુરના તૃણમુલ ધારાસભ્યએ હાલમાં પોતાના વિસ્તારના ગરીબ લોકોને ધાબળા વહેંચ્યા હતા. જેના કારણે તૃણમુલ ધારાસભ્ય ટિકાઓના ઘેરામાં આવી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે દક્ષિણ બંગાળના અનેક સ્થળો પર પાણીની પણ સમસ્યા સર્જાઇ રહી છે. એવામાં સામાન્ય લોકોની પાણીની સમસ્યા દુર કરવા માટે પગલા ઉઠાવવાના બદલે ધારાસભ્ય ધાબળા વહેંચવા નિકળતા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. આવા નેતાઓની બુદ્ધીમતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

નેતાની વાહિયાત સ્પષ્ટતાથી લોકો વધારે ભડક્યા
વિવાદો વચ્ચે ટીએમસીના ધારાસભ્ય બિમલેંદુએ પોતાની સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, જેમને ટિકા કરવાની આદત પડી ગઇ હોય છે તેઓ હંમેશા ટિકા જ કરતા રહે છે. તેમના અનુસાર ઇદ આવવાની છે. જેના કારણે આ વિસ્તારમાં તેઓ કપડા વહેંચવા માટે નિકળ્યાં હતા. આ દરમિયાન કપડાની સાથે સાથે કેટલાક ધાબણા પણ વહેંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ ભલે હાલ કામ ન આવે પરંતુ શિયાળામાં જરૂર કામ આવશે. પૂર્વ આયોજન કરવું એ એક શાણા નેતાની નિશાની છે. માટે અત્યારથી જ અમે ઠંડીની તૈયારીઓ કરવા લાગ્યા છીએ.

લોકો પાણી માટે પરેશાન ધારાસભ્ય ધાબળા વહેંચી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હાલના દિવસોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવે છે. રાજ્યના નાગરિકોને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપતા બપોરના સમયે જરૂરિયાત ન હોય તેવી સ્થિતિમાં બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર 23 તારીખ સુધી સ્થિતિ આવી જ રહેવાની છે. તેવામાં પાણીની પણ ભારે સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે આ અંગેની મદદના બદલે ધારાસભ્ય ધાબળા વહેંચવા માટે નિકળતા લોકો આશ્ચર્યમાં તો મુકાયા હતા જો કે તેમની સ્પષ્ટતા આવતા લોકો હવે તેમને ટ્રોલ કરી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT