બડે અચ્છે લગતે હૈ ફેમ અભિનેત્રી Disha Parmar ના ઘરે લક્ષ્મીજી પધાર્યા, સિંગર રાહુલ વૈદ્યે કરી પોસ્ટ

ADVERTISEMENT

Disha Parmar gave birth to baby Girl
Disha Parmar gave birth to baby Girl
social share
google news

Disha Parmar And Rahul Vaidya: ફેન્સના સૌથી મનપસંદ કપલ દિશા પરમાર અને તેમના સિંગર પતિ રાહુલ વૈદ્ય હવે માતા પિતા બની ચુક્યા છે. દિશાએ એક નાનકડી બાળકીને જન્મ આપ્યો છે.

Disha Parmar Blessed with Baby Girl ટીવીની દુનિયામાં ફેન્સની સૌથી મનપસંદ અભિનેત્રી દિશા પરમાર અને તેના સિંગર પતિ રાહુલ વૈદ્ય પેરેન્ટ્સ બની ચુક્યા છે. આ દિશાએ એક નાનકડી બાળકીને જન્મ આપ્યો છે. ત્યાર બાદ સમગ્ર પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અભિનેત્રી Disha Parmar ના ઘરે આવી લક્ષ્મી

ફેન્સને લાંબા સમયથી રાહ હતી કે ક્યારે આ કપલ ખુશખબરી આપશે. હાલમાં જ રાહુલ વૈદ્યે ઇન્સ્ટા પોસ્ટ દ્વારા ફેન્સને અપડેટ આપી છે કે તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. પોસ્ટના કેપ્શનમાં સિંગરે લખ્યું કે, અમને એક બાળકીનો આશિર્વાદ મળ્યો છે! માં અને બાળક બંન્ને સ્વસ્થ છે અને ખુબ જ મજામાં છે.

ADVERTISEMENT

રાહુલ વૈદ્યે પરિવાર સાથે સાથે ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો

અમે અમારી ગાઇનેકનો આભાર વ્યક્ત કરીએ છીએ જે ગર્ભધારણ કરવાથી માંડીને જન્મ સુધી સતત સંભાળ રાખી અને અમારા પરિવારનો પણ આભાર. અમે ખુશ છીએ. કડપા બેબી ગર્લને આશિર્વાદ આપો. સોશિયલ મીડિયા પર આ કપલને ફેન્સ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

બેબી શોવરમાં દિશા પરમાર ખુબ જ સુંદર લાગી રહી હતી

દિશા પરમારે પોતાના બેબી શાવરમાં લવેન્ડર કલરની ઓફ શોલ્ડર રુચ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં અભિનેત્રીનું બેબી બમ્પ પણ ફ્લોટ થઇ રહ્યું હતું. દિશાએ ડૈગલિંગ ઇયરિંગ્સ, વોચ અને બ્લિંગ ફ્લેટ્સ અને ડેવી મેકઅપની સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

ADVERTISEMENT

રાહુલ અને દિશાએ 16 જુલાઇ, 2021 એ કર્યા હતા લગ્ન

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ અને દિશાએ 16 જુલાઇ, 2021 ના રોડ ગ્રાન્ડ વેડિંગ કર્યું હતું. લવબર્ડ્સે 18 મે, 2023 ના રોજ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગનેન્સીનું એનાઉન્સમેન્ટ કરીને ગુડ ન્યૂઝ આપ્યા હતા. હવે આ કપલના ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT