Assembly By-Polls Result: 7 રાજ્યોની પેટા ચૂંટણીમાં INDIA ગઠબંધનની કમાલ, ભાજપને કેટલી સીટ મળી?

Gujarat Tak

ADVERTISEMENT

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેની તસવીર
Assembly By Polls
social share
google news

Assembly By-Polls Result: લોકસભા ચૂંટણી બાદ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેમના પરિણામો આવી ગયા છે, INDIA બ્લોકે પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે ભાજપને નુકસાન થયું છે. 13માંથી 10 સીટો INDIA ગઠબંધનના ખાતામાં ગઈ છે, જ્યારે 2 સીટો ભાજપના ખાતામાં અને એક સીટ અપક્ષના ખાતામાં ગઈ છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તરાખંડ અને હિમાચલમાં કમાલ કરી છે જ્યારે બંગાળમાં મમતાની પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. જ્યારે મધ્યપ્રદેશ અને હિમાચલમાં ભાજપે એક-એક સીટ જીતી છે. બીજી તરફ પંજાબમાં એક સીટ આમ આદમી પાર્ટીના ખાતામાં આવી છે.

7 રાજ્યોની કઈ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી?

મધ્યપ્રદેશની અમરવાડા સીટ, બિહારની રૂપૌલી સીટ, પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા સીટ, પશ્ચિમ બંગાળની રાનાઘાટ દક્ષિણ, રાયગંજ, બાગદા, માનિકતલા વિધાનસભા સીટ, હિમાચલની હમીરપુર, દેહરા અને નલગઢ સીટ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલૌર અને તામિલનાડુની વિક્રવંડી વિધાનસભા બેઠકો પર 10 જુલાઈના રોજ વોટિંગ થયું હતું. પેટાચૂંટણીમાં કોંગ્રેસે 4, TMC 4, BJP 2 અને AAP, DMK અને અપક્ષે 1-1 સીટ જીતી છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે

દેવભૂમિ ઉત્તરાખંડમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. અહીં 2 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, કોંગ્રેસે બંને બેઠકો જીતી છે. મેંગલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાઝી નિઝામુદ્દીને ભાજપના ઉમેદવાર કરતાર સિંહ ભડાનાને હરાવ્યા છે. જ્યારે બદ્રીનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લખપતસિંહ બુટોલાએ ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ભંડારીને 5095 મતોથી હરાવ્યા છે.

ADVERTISEMENT

હિમાચલમાં કોંગ્રેસનું જોરદાર પ્રદર્શન

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે. અહીં 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 2 બેઠક કોંગ્રેસને અને એક બેઠક ભાજપને ગઈ હતી. દેહરા બેઠક પરથી કોંગ્રેસના કમલેશ ઠાકુરે ભાજપના હોશયાર સિંહને 9 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. નલગઢ બેઠક પર કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ જીત મેળવી છે. તેમણે ભાજપના કૃષ્ણલાલ ઠાકુરને હરાવ્યા છે. જ્યારે હમીરપુર બેઠક ભાજપના આશિષ શર્માના ફાળે ગઈ છે, તેમણે કોંગ્રેસના ડૉ. પુષ્પિન્દર વર્માને માત્ર 1433 મતોના માર્જિનથી હરાવ્યા છે.

ADVERTISEMENT

બંગાળમાં મમતાની પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું

મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ચારેય બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યો છે. રાણાઘાટ દક્ષિણથી ટીએમસીના મુકુટ મણિ અધિકારીએ ભાજપના મનોજ કુમારને હરાવ્યા છે. રાયગંજથી ટીએમસીના કૃષ્ણા કલ્યાણીએ બીજેપીના માનસ કુમાર ઘોષને, બાગદાથી ટીએમસીના મધુપર્ણા ઠાકુરને બીજેપીના બિનય કુમાર બિસ્વાસને હરાવ્યા છે.

ADVERTISEMENT

મધ્ય પ્રદેશની એક સીટ ભાજપના ખાતામાં

મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. અમરવાડાથી ભાજપના કમલેશ શાહે કોંગ્રેસના ધીરેન સિંહને 3 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.

બિહાર સીટ પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા

બિહારની રૂપૌલ વિધાનસભા સીટ પર મોટો અપસેટ થયો છે, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર શંકરસિંહ જીત્યા છે. તેમણે JDUના કલાધાર મંડલને 8 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. જ્યારે આરજેડીની બીમા ભારતી ત્રીજા સ્થાને રહી છે.

AAP પંજાબમાં એક સીટ જીતી

પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગત જીત્યા છે, તેમણે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરાલને 37 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT