મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડને માર્યો માર, SUVથી કચડી નાખવાનો કર્યો પ્રયાસ… મોટા અધિકારીના લાડલાની કરતૂત જાણી હચમચી જશો
Mumbai: જ્યારે પૈસા અને સત્તાનો નશો માથા પર ચઢીને બોલવા લાગે છે, ત્યારે માણસની અંદરનું જાનવર કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવી જ એક…
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
પ્રિયા સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે. કેવી રીતે તેના બોયફ્રેન્ડે તેના મિત્રો સાથે મળીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો, તેનું ગળું દબાવ્યું અને તેને કારથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો…તેણીએ તેની સાથે બનેલી આખી ઘટનાને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વર્ણવી છે. પ્રિયા સિંહના કહેવા પ્રમાણે થાણે શહેરના રહેવાસી અશ્વજીત ગાયકવાડની સાથે તેને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં જ તેને ખબર પડી કે અશ્વજીત પહેલેથી જ પરિણીત છે. પરંતુ તેમ છતાં તેમનો સંબંધ ચાલુ રહ્યો.
મિત્રો સાથે મળીને માર્યો માર
પ્રિયા સિંહે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તે ગત 11 ડિસેમ્બરની મોડી રાત્રે ઘોડબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં તેના પ્રેમીને મળવા ગઈ હતી. અહીં તેણે અશ્વજીતને તેની પત્ની સાથે જોયો, જેના પછી તે ગુસ્સામાં લાલઘુમ થઈ ગઈ. પ્રિયા અને અશ્વજીત વચ્ચે જોરદાર બોલાચાલી થઈ. આ દરમિયાન અશ્વજીત ગાયકવાડ અને તેના ત્રણ મિત્રો રોમિલ પાટીલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કેએ પ્રિયાને ખૂબ માર માર્યો અને તેને પોતાની કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો.
ADVERTISEMENT
‘એક રાહદારી મને બચાવવા આવ્યો’
પ્રિયા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેના આખા શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. તેના પગનું હાડકું પણ તૂટી ગયું છે. યુવતીએ પોસ્ટમાં લખ્યું છે કે રસ્તા પર એક રાહદારી તેને બચાવવા આવ્યો હતો. તેણે તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
પ્રિયાના જણાવ્યા અનુસાર, તેણીએ તેના પર થયેલા જીવલેણ હુમલા અંગે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ મોટા વ્યક્તિના દબાણને કારણે પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, અશ્વજીતના પિતા અનિલ કુમાર ગાયકવાડ MSRDCના MD છે. તેમના ઘણા મોટા નેતાઓ સાથે સારા સંબંધો છે, જેના કારણે પોલીસ કેસ નોંધવામાં આનાકાની કરી રહી હતી. પ્રિયાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે તેની સાથે થયેલી બર્બરતા વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, ત્યારે પોલીસ સક્રિય થઈ ગઈ. પોલીસે અશ્વજીત અને તેના ત્રણ મિત્રો રોમિત, સાગર અને પ્રસાદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
સો.મીડિયા પોસ્ટ બાદ પોલીસ એક્ટિવ
એક નિવેદન જાહેર કરીને પોલીસે કહ્યું કે, આ ઘટના 11 ડિસેમ્બરના રોજ સવારે 4 વાગ્યે બની હતી, જ્યારે ઘોડબંદરની એક હોટલની બહાર આરોપી અને પીડિતા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરસિંહ જાધવે જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 323, 209, 338, 504 અને 34 હેઠળ ચાર આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. પ્રિયા સિંહનો આરોપ છે કે પોલીસ દ્વારા માત્ર કેસ નોંધવામાં આવ્યો છે.અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT